ચીન અને કિર્ગિસ્તાનમાં 5.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા

January 30, 2023

ચીન અને કિર્ગિસ્તાનના બિશ્કેકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. કહેવામાં આવ્યું છે કે, તીવ્રતા 5.8 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર સોમવારે સવારે કિર્ગિસ્તાનની રાજધાનીમાં ભૂકંપ આવ્યો હતો.

ટ્વિટર પર NCSએ જણાવ્યું હતું કે, કિર્ગિસ્તાનની રાજધાનીમાં સવારે લગભગ 5.20 વાગ્યે ભૂકંપ આવ્યો હતો જેની ઊંડાઈ 10 કિલોમીટર નોંધવામાં આવી છે. હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. અગાઉ 28 ડિસેમ્બરે કઝાકિસ્તાનની સરહદ નજીક ઉત્તરપૂર્વ કિર્ગિસ્તાનમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેની ઊંડાઈ 40 કિમી હતી.

યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)એ અહેવાલ આપ્યો છે કે, સોમવારે ચીનના શિનજિયાંગ ઉઈગુર સ્વાયત્ત પ્રદેશમાં અક્સુ પ્રાંત દ્વારા ઘેરાયેલા પેટા-પ્રીફેક્ચર-સ્તરના શહેર અરલને રિક્ટર સ્કેલ પર 5.8 માપનો ભૂકંપ આવ્યો હતો. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી.