Breaking News :
દિલ્હી MCD પેટાચૂંટણીમાં AAPનો 'ચોગ્ગો', ભાજપ-0, AAPના કાર્યકરોએ કહ્યું- 'થઈ ગયું કામ, જય શ્રીરામ' ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી, ના વેરામાં રાહત, ના કોઈ નવી યોજના કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી ભાજપની ટીકા કરનારા તાપસી પન્નુ-અનુરાગ કશ્યપના ઘરે આવકવેરાની ટીમ પહોંચી, ટેક્સ ચોરીનો આક્ષેપ પારલે બિસ્કિટ સામે કોર્ટમાં કેસ:ઓરિયોએ બિસ્કિટની ડિઝાઇન બાબતે કર્યો વિરોધ, 12 એપ્રિલે આગામી સુનાવણી ગુજરાત બજેટ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ.1500 કરોડની ફાળવણી,ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ રજૂ

સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, સવારે-સાંજે આ સમયમાં મોટા વાહનો પર પ્રતિબંધ

January 20, 2021

સુરત : રાજ્યમાં ટ્રાફિક નિયંત્રણ માટે સરકાર દ્વારા અર્થાંગ પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ છેવટે કોઈ પણ સિટી હોય સ્થિતિ જેવી હતી તેવી થઈ જાય છે. ત્યારે સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં સવારે 9થી 12 અને સાંજે 6થી 9 સુધી મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સુરતના રિંગ રોડ વિસ્તાર માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમને જણાવીએ કે સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ, સંગઠનો અને પોલીસની એક બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે. જેથી હવે સવારે 9થી 12 અને સાંજે 6થી 9માં ટેમ્પો, લોડિંગ રીક્ષા, છોટા હાથી પર રોક લગાવવામાં આવી છે.

સુરતમાં ટેકસટાઇલ માર્કેટનો ટ્રાફિક હંમેસાં માટે અડચણરૂપ બનતો હોય છે. સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં માલની અવર જવરના વાહનોના કારણે ટ્રાફિક લોકો માટે માથાનો દુખાવો બનતા હોય છે. જેથી વારંવારની રજૂઆતો બાદ ટ્રાંફિક નિયંત્રણ લાવવા માટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં પ્રતિબંધિત એરિયામાં સવારે 09થી 12 અને સાંજે 06થી 9 મોટા વાહનો પર પ્રતિબંધ લાધી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ રિંગ રોડ વિસ્તાર માટે છે, જેને લઈને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પંદરેક દિવસથી વાંકલ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે. વિસ્તારમાં ક્વોરી ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ તેમજ અન્ય કારખાના આવેલા હોય આ માર્ગો પર મોટા અને ભારે વાહનોની અવરજવર વધુ રહે છે. ખાસ કરીને વાંકલ બજારમાં પણ આવા મોટા વાહનો પૂરઝડપે જઇ રહ્યા હોય લોકોને જીવનું જોખમ રહે છે.

બજારમાં જ અનેક સંસ્થા અને શાળા કોલેજો તેમજ બેન્ક સહિતની કચેરીઓ આવેલી હોય લોકોની પણ અવરજવર વધુ રહેતી હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી. આ ગૃપ દ્વારા બેફામ રીતે વાહન ચલાવતા ટ્રક ડ્રાઈવરો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્ય રસ્તાઓ પર બેરીકેટ્સ મૂકી વાહનોની સ્પીડ ઘટાડવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.