અનિલ અંબાણી 6 સપ્તાહમાં 7 અબજ રૂપિયા ચુકવે: બ્રિટીશ અદાલત

February 09, 2020

નવી દિલ્હી : બ્રિટનની એક અદાલતે શુક્રવારે રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીને છ અઠવાડિયામાં 7 અબજ 15 કરોડ 16 લાખ રૂપિયા (10 કરોડ ડોલર) જમા કરવાનો આદેશ આપ્યો છે.

અદાલતે અનિલ અંબાણી પાસેથી 48 અબજ 63 કરોડ અને 88 લાખ રૂપિયા (68 કરોડ ડોલર) ની વસૂલાત માંગતી ચીનની ટોચની બેંકોની અરજી પર સુનાવણી કરી રહી હતી.

Industrial and Commercial Bank of China Limited ની મુંબઈ શાખા દ્વારા તથા ચાઇના ડેવલપમેન્ટ બેન્ક અને ચાઇના એક્ઝિમ બેંકે અંબાણી વિરુદ્ધ આ નાણાંને જમા કરાવવા માટેનો આદેશ જારી કરવામાં આવે તેવી માંગ કરતી અપીલ કરી હતી. 

આ બેંકોનું કહેનું છે કે અનિલ અંબાણીએ ફેબ્રુઆરી 2012 માં જૂની દેવાની ચુકવણી કરવા માટે લગભગ 65 અબજ 83 કરોડ 4 લાખ 78 હજાર રૂપિયા (92.5 કરોડ) ની લોન માટેની વ્યક્તિગત ગેરંટીનું પાલન કર્યુ નથી.અંબાણી (60) એ આવી કોઈ ગેરંટી આપવાનો અધિકાર આપવાના વાતનું ખંડન કર્યું.

લોન કરાર હેઠળ આ મામલો બ્રિટનની કોર્ટ સમક્ષ મુક્યો છે. ન્યાયાધીશ ડેવિડ વેક્સમેને અંબાણીને 7 અબજ ૧5કરોડ 16 લાખ (10 કરોડ ડોલર) જમા કરવાની છ સપ્તાહની સમય મર્યાદા આપતા કહ્યું કે તેઓ અંબાણીનાં બચાવમાં રહેવામા આવેલી તે વાત માની શકતા નથી તેમની આવક લગભગ શુન્ય છે અથવા તેમનો પરિવાર કટોકટીની સ્થિતિમાં તેમને મદદ કરશે નહીં.

રિલાયન્સ ગ્રૂપે કોર્ટના નિર્ણય સામે અપીલ કરવાનો સંકેત આપ્યો હતો. અનિલ અંબાણીના પ્રવક્તાએ કહ્યું, "શ્રી અંબાણી બ્રિટિશ અદાલતના આદેશની સમીક્ષા કરી રહ્યા છે અને તે અપીલના સંદર્ભમાં કાયદાકીય સલાહ લેશે".

ઇંગ્લેંડ અને વેલ્સની હાઈકોર્ટના વાણિજ્યિક વિભાગમાં ત્રણ ચીની બેંકોને રિલાયન્સ કમ્યુનિકેશન્સના વડાનાં વિરુદ્ધ ગયા વર્ષે આપેલા શરતી આદેશની શરતો નક્કી કરવા સંબંધિત સુનાવણી દરમિયાન અંબાણીના વકીલોએ તે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે જો તેમની જવાબદારીઓને સાંકળવામાં આવેતો અંબાણીની નેટવર્થ શૂન્ય હશે.

સુનાવણી દરમિયાન તેમના વકીલોએ કહ્યું, 'શ્રી અંબાણીની સંપત્તિ 2012 થી સતત નીચે આવી રહી છે. ભારત સરકારની સ્પેક્ટ્રમ વેચવાની નીતિમાં પરિવર્તન સાથે ભારતીય ટેલિકોમ સેક્ટરમાં નાટકીય ફેરફારો થયા છે”.

તેમના વકીલ રોબર્ટ હોવેએ જણાવ્યું કે,“ અંબાણીનું 2012 માં રોકાણ સાત અબજ ડોલરથી વધુનું હતું. આજે તે 6 અબજ 36 કરોડ 49 લાખ 24 હજાર રૂપિયા (8.9 કરોડ ડોલર) રહી ગયું છે. જો તેની જવાબદારીઓ ઉમેરવામાં આવે તો તે શૂન્ય પર આવી જશે. ”

જોકે બેન્કોના વકીલોએ અંબાણીનાં દાવા પર સવાલ ઉઠાવતા તેમની લક્ઝરી જીવનશૈલીનો ઉલ્લેખ કર્યો હતો. બેંકોના વકીલોએ કહ્યું કે અંબાણી પાસે 11 કે તેથી વધુ લક્ઝરી કાર, ખાનગી જેટ, એક યાટ અને દક્ષીણ મુંબઇમાં એક વિશિષ્ટ સી વિન્ડ પેન્ટહાઉસ છે.