અંકિતા હત્યા કેસ, હજારો લોકો રસ્તા પર ઉતર્યા

September 25, 2022

ઉત્તરાખંડમાં પૂર્વ મંત્રીના પુત્રના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીના મોતને લઈને સતત ત્રીજા દિવસે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. ઉત્તરાખંડમાં અંકિતાના હોમ ટાઉન શ્રીનગરમાં સેંકડો લોકો વિરોધ કરી રહ્યા છે. મહિલાઓએ અંકિતાના ફોટાની તસવીરો ઉભી કરીને ન્યાયની માંગ કરી હતી. આ પહેલા શનિવારે ગુસ્સે થયેલા લોકોએ આરોપી પુલકિત આર્યના રિસોર્ટને આગ ચાંપી દીધી હતી. તે જ સમયે, શુક્રવારે કોર્ટમાં લઈ જતી વખતે, મહિલાઓએ આરોપીને ખૂબ માર માર્યો હતો.

ઘટનાના વિરોધને લઈ શ્રીનગર બંધ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર અંકિતાની મોત પાણીમાં ડૂબવાથી થઈ છે. ધક્કો મારતા પહેલા અંકિતાને ભારે વસ્તુથી મારવામાં આવી હતી. તેના શરીર પર વાગ્યાના નિશાન પણ મળ્યા, રિપોર્ટમાં જાતીય શોષણ અથવા બળાત્કારનો ઉલ્લેખ નથી. અંકિતાનો પરિવાર AIIMSની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી નાખુશ છે. અંકિતાનો અંતિમ સંસ્કાર કરવાની પણ મનાઈ કરી રહ્યા છે.

ઋષિકેશમાં અંકિતાના પિતા વીરેન્દ્ર ભંડારીએ ભાસ્કર ગ્રૂપ સાથે વાત કરતા જણાવ્યુ કે, અમે અમારી દીકરીનો અંતિમ સંસ્કાર ત્યાં સુધી નહીં કરીએ, જ્યાં સુધી વિગતવાર પોસ્ટમોર્ટમ જાહેર ન થાય.' અંકિતાના પિતાએ સવાલ ઉઠાવ્યો કે જે રિસોર્ટમાં પુરાવા હતા, તેને કેમ તોડી પડાયું છે? આમ કરવાથી પુરાવાનો નાશ થાય છે.