સીએએ-એનઆરસી બિલના વિરોધમાં 29મીએ આણંદ શહેર બંધનું એલાન

January 28, 2020

આણંદ- સીએએ તથા એનઆરસીના કાયદાના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી તા.૨૯મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આ કાયદાના વિરોધમાં આણંદ બંધનું એલાન આપવામાં આવ્યું છે. મુસ્લીમ અગ્રણીઓ દ્વારા આ બંધમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી છે.


કેન્દ્ર સરકાર દ્વારા સીએએ તથા એનઆરસીનો કાયદો પસાર કરવામાં આવતા ભારતભરમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. જે અંતર્ગત આગામી તા.૨૯મી જાન્યુઆરીના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે આ કાયદાના વિરોધમાં આણંદ જિલ્લાવાસીઓને પણ વેપાર-ધંધા બંધ રાખી બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. બંધને લઈને મુસ્લીમ સમાજમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. 


જેમાં વિવિધ એસોસીએશનો દ્વારા મીટીંગ યોજી બંધના સમર્થનમાં જોડાવા હાકલ કરવામાં આવી રહી છે. રીક્ષા એસોસીએશન, વેપારી એસોસીએશન સહિતના નાના મોટા વેપારી વર્ગને આ બંધમાં જોડાવા અપીલ કરતા મેસેજો સોશ્યલ મીડીયામાં ફરતા થયા છે.