સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, સંક્રમિત વ્યક્તિના સાસુને લાગ્યો ચેપ

April 06, 2020

આજે ત્રણ વ્યક્તિઓનો પોઝિટિવ રિપોર્ટ આવતાં કુલ અત્યાર સુધી 19 પોઝિટિવ કેસ નોંધાયા

સુરતમાં દિવસે ને દિવસે લોકલ ટ્રાન્સમિશનનાં કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. આજે સુરતમાં ત્રણ વ્યક્તિઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. સવારે બે પોઝિટિવ રિપોર્ટ બાદ સાંજે પોઝિટિવ વ્યક્તિનાં સાસુને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આમ સુરતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનો કુલ આંકડો 19 થઈ ચૂક્યો છે. જ્યારે બે લોકોનાં મોત અને પાંચ લોકો રિકવર થયા છે.

સુરતમાં રાંદેર વિસ્તારમાં રહેતી 81 વર્ષીય મહિલા મહિલા દયાકૌર હીરાલાલ છાપડિયાનો કેસ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. દયાકૌર અગાઉ પોઝિટિવ જાહેર થયેલ દર્દીનાં સાસુ છે. તો તેમના પતિને હીરાલાલને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાંદેરમાં જ બાગ એ રહેમત અલવી રો હાઉસમાં રહેતી 45 વર્ષીય યાશ્મીન અબ્દુલ વહાબ કાપડિયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

સુરતમાં આજે ત્રણ વ્યક્તિઓનો પોઝિટિવ રિપોર્ટ આવતાં કુલ અત્યાર સુધી 19 પોઝિટિવ કેસ નોંધાયા છે