અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા
September 12, 2020

વડોદરા/આણંદઃ અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો યથાવત્ છે. અમેરિકાના સાઉથ કેરોલિનામાં મૂળ આણંદના વલ્લભ વિદ્યાનગર શહેરના વધુ એક NRG અશ્વિન પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 60 વર્ષના અશ્વિન પટેલને તેમના 'કોર્નર સ્ટોપ' પર ગોળી મારી દેવામાં આવી હતી. જે સોલોમન બ્લાટ એવન્યૂ પર સ્થિત એક સ્ટોર છે, જે સાઉથ કેરોલિના હાઈવે 3 પર આવેલો છે. ઘટના 9 સપ્ટેમ્બરે બની હતી. અશ્વિન પટેલના મિત્રો અને પાડોશીઓ તેમજ તેમને 'એન્ડી' કહીને બોલાવતા હતા અને તેઓ બાર્નવેલ કાઉન્ટીના બ્લેકવિલેના ઈઝલર સ્ટ્રીટના રહેવાસી હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અશ્વિન પટેલ ત્રણ દાયકાથી અહીંયા સ્થાયી થયા હતા.
સાઉથ કેરોલિનાના લો એન્ફોર્સમેન્ટના અધિકારીઓએ આ ઘટનાને 'લૂંટના ઈરાદે' હત્યા ગણાવી હતી. એક ગ્રાહકે આ ઘટના વિશે જાણ કર્યા બાદ અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. બ્લેકવિલે પોલીસ વિભાગ સિવાય બાર્નવેલ કાઉન્ટીની શેરિફની ઓફિસ તેમજ સાઉથ કેરોલિનાનું નેચરલ રિસોર્સિસ વિભાગ આ ઘટનાની તપાસમાં સામેલ છે. મૃતક બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM)માં થર્મલ એન્જિનિયરિંગના પ્રોફેસર આઈએમકે પટેલના દીકરા હતા. નવેમ્બર મહિનામાં પણ કિરણ અને ચિરાગ પટેલ નામના બે NRGની કોમ્યુનિટી ઓફ ડેનમાર્કમાં આવેલા સ્ટોર પાસે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી.
Related Articles
સંતરામપુરના પઢારિયા ગામે ખાનગી બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત
સંતરામપુરના પઢારિયા ગામે ખાનગી બસને નડ્ય...
Sep 21, 2020
છોટા ઉદેપુર પાલિકાના પ્રમુખ સામે ફરિયાદ, આરોગ્ય વિભાગ આકરા પાણીએ
છોટા ઉદેપુર પાલિકાના પ્રમુખ સામે ફરિયાદ,...
Sep 20, 2020
વડોદરાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવનો માસ્ક પહેર્યા વગર ડાન્સ કરતો વીડિયો વાયરલ
વડોદરાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવનો માસ્ક...
Sep 20, 2020
હવે ગુજરાતમાં રેલવે મુસાફરી થઈ શકે છે મોંઘી, સ્ટેશનો પર યુઝર્સ ચાર્જ વસૂલવાની તૈયારીઓ
હવે ગુજરાતમાં રેલવે મુસાફરી થઈ શકે છે મો...
Sep 18, 2020
9 વિદ્યાર્થિનીઓનો શિકાર કરનાર વિકૃત ધવલ ત્રિવેદીની CBIએ કરી ધરપકડ
9 વિદ્યાર્થિનીઓનો શિકાર કરનાર વિકૃત ધવલ...
Sep 13, 2020
ભટનાગરનું વધુ એક બેંક ફ્રોડ : બેન્ક ઓફ ઇન્ડિયામાં સાથે 54 કરોડની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું
ભટનાગરનું વધુ એક બેંક ફ્રોડ : બેન્ક ઓફ ઇ...
Sep 12, 2020
Trending NEWS

04 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021