દિલ્હીમાં શ્રદ્ધા જેવી વધુ એક હત્યા:પતિની લાશના ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા, રાત્રે પુત્ર સાથે ટુકડા ઠેકાણે પાડવા જતી હતી

November 28, 2022

નવી દિલ્હી  : દિલ્હીના પાંડવ નગરમાં સોમવારે શ્રદ્ધા હત્યા જેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાએ પુત્ર સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. પતિના મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં મૃતદેહના ટુકડાને ફ્રિજમાં રાખ્યા હતા. પછી રાત્રીના સમયે માતા-પુત્ર આ ટુકડાઓ નજીકના મેદાનમાં ફેંકવા જતા હતા.

માતા-પુત્રનું આ કૃત્ય સીસીટીવીમાં કેદ થયું હતું. સમાચાર એજન્સી ANIએ સોમવારે ઘટનાના CCTV ફૂટેજ જાહેર કર્યા હતા. આ હત્યા છ મહિના પહેલાં જૂન મહિનામાં કરવામાં આવી હતી. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે માતા-પુત્રની ધરપકડ કરી છે. પોલીસે 6 ટુકડા કબજે કર્યા છે. તેનું માથું પણ મળ્યું છે.

દિલ્હી પોલીસે સોમવારે બપોરે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે હત્યા કરનારનું નામ અંજન દાસ છે, જે ત્રિલોકપુરીમાં રહેતો હતો. હત્યાની આરોપી મહિલાનું નામ પૂનમ છે, તે અંજનની બીજી પત્ની છે. પુત્રનું નામ દીપક છે, જે અંજનનો સાવકો પુત્ર છે. માતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે.