ઝાંસીમાં ખાપ પંચાયતનો વધુ એક જુલમ: ગૌમૂત્ર અને ગોબર ખાવાની સજા ફરમાવવામાં આવી

February 08, 2020

ઝાંસી  : વીરોની ભૂમિ ગણાતા ઉત્તર પ્રદેશના ઝાંસી વિસ્તારમાં ખાપ પંચાયતના તાલીબાની આદેશની એક ઘટના પ્રકાશમાં આવી હતી. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે આ ઘટનાની નોંધ લઇને પંચાયત સામે કેસ નોંધ્યો હતો.

એક જ જ્ઞાતિના એક યુગલે બંને પરિવારોની સંપૂર્ણ સહમતિથી પાંચ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ ગામ છોડીને આ દંપતી અન્યત્ર રહેવા ચાલ્યું ગયું હતું.  

તાજેતરમાં આ યુગલ પોતાના ગામમાં પાછું ફરતાં ખાપ પંચાયત મળી હતી અને પંચાયતે રોષે ભરાઇને આ દંપતીને પોતાની સજા સંભળાવી હતી.

પંચાયતે આપેલો ચુકાદો એવો હતો કે તમારે ગામમાં અને જ્ઞાતિમાં રહેવું હોય તો ગૌમૂત્ર પીઓ અને ગાયનું ગોબર ખાઇ બતાવો. આ સમાચાર વહેતા થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ ચોંકી ઊઠ્યા હતા.