Apple iPhone 14 યલો વેરિયેન્ટ કલરમાં થયો લોન્ચ

March 11, 2023

અમદાવાદ : વિશ્વની સૌથી મોટી અને લક્ઝરી મોબાઇલ ઉત્પાદકોમાંની એક એપલે આઇફોન 14 અને આઇફોન 14 પ્લસને પીળા રંગના નવા વેરિઅન્ટમાં લોન્ચ કર્યા છે. આ બંને ફોન શુક્રવારથી ભારતમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે અને બજારમાં ડિલિવરી 14 માર્ચથી શરૂ થશે. છેલ્લા કેટલાક સમયથી અટકળો સેવાઈ રહી હતી કે, Apple iPhone 14 યલો કલર વેરિઅન્ટમાં લોન્ચ થઈ શકે છે. 

iPhone 14 અને iPhone 14 Plusના યલો કલર વેરિઅન્ટની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થશે. 128 જીબી વેરિઅન્ટની કિંમત 79,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે જ્યારે 256 જીબી વેરિઅન્ટની કિંમત 89,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આઇફોન 14નો પીળો કલર વેરિઅન્ટ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, યુકે અને યુએસ સહિત 60થી વધુ દેશોમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.

iPhone 14 અને iPhone 14 Plus પણ મિડનાઇટ, બ્લુ, સ્ટારલાઇટ, પર્પલ અને રેડ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. iPhone 14ના રિઝલ્ટ વિશે વાત કરીએ તો તેની સાઈઝ 146.70 x 71.50 x 7.80 mm છે અને તેનું વજન 172.00 ગ્રામ છે. તે જ સમયે આ બંને મોબાઇલમાં ડ્યુઅલ કેમેરા સિસ્ટમ, A15 બાયોનિક ચિપ, ઇમરજન્સી એસઓએસ દ્વારા સેટેલાઇટ ક્રેશ ડિટેક્શન જેવી ઘણી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.

એપલના વર્લ્ડવાઈડ પ્રોડક્ટ માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ બોબ બાર્ચર્સે કહ્યું કે, લોકો તેમના આઈફોનને પ્રેમ અને વિશ્વાસ કરે છે. હવે Apple iPhone 14 અને iPhone 14 Plus ને નવા પીળા રંગ સાથે લોન્ચ કરવા જઈ રહી છે. લાંબી બેટરી લાઇફ, લાઇટવેઇટ ડિઝાઇન, પ્રો લેવલ કેમેરા, ગ્રાઉન્ડબ્રેકિંગ સેફ્ટી ફીચર્સ અને ios 16 જેવી સુવિધાઓ યુઝર્સ માટે તેને એક બેસ્ટ સ્માર્ટફોન બનાવે છે.