સ્કીન પર હળદરનો લેપ લગાવો છો? થઈ શકે છે તમારી સ્કીનને નુકસાન

June 14, 2022

હળદરને ગુણોનો ખજાનો માનવામાં આવે છે. શાકમાં તેનો ઉપયોગથી તેનો સ્વાદ વધે છે પણ જ્યારે તમે આયુર્વેદ ઔષધિના રૂપમાં તેનો ઉપયોગ કરો છો તો તે તમને અનેક સારા પરિણામ આપે છે. અનેક લોકો ખાસ કરીને મહિલાઓ સ્કીનમાં નિખાર લાવવામાં તેનો ઉપયોગ કરે છે. આવું કરવામાં કંઈ ખોટું નથી પણ કેટલીક ભૂલો તમારે ન કરવી જોઈએ. જાણો તે કઈ છે.

સાબુ કે ફેસવોશથી સ્કીન સાફ ન કરો
જો તમે તમારી સ્કીન પર હળદર લગાવી રહ્યા છો તો થોડા સમય બાદ તમે તેને પાણીથી ધોઈ લો. કેટલાક લોકો સૂકી હળદર ધોવા માટે સાબુ કે ફેસવોશનો ઉપયોગ કરવા લાગે છે. જો તમે પણ એવી ભૂલ કરો છો તેને આજથી જ બંધ કરી દો. સાબુથી સ્કીન ધોયા બાદ હળદરની અસર ખતમ થઈ જાય છે. તેનાથી તેનો કોઈ ફાયદો રહેશે નહીં.

મિશ્રણની અસર પણ જુઓ
જ્યારે તમે સ્કીન પર લગાવવા માટે હળદરમાં અન્ય કેટલીક ચીજો મિક્સ કરો છો તો પહેલા તેની અસર જોઈ લો. જો તમે આ મિશ્રણથી તમે શરીરમાં ક્યાંય એલર્જી અનુભવો છો તો તરત સાફ પાણીથી તેને ધોઈ લો. મોડું કરવાથી તમે શરીરના એ ભાગમાં નિશાન અને ખંજવાળ અનુભવો છો. સાથે જ તમે હેલ્થની સાથે અન્ય તકલીફો અનુભવી શકો છો.

લાંબા સમય સુધી હળદર લગાવવાથી બચો
અનેક મહિલાઓ બોડીમાં નિખાર લાવવા માટે લાંબા સમય સુધી હળદર લગાવવાનું પસંદ કરે છે. આ રીત ખોટી છે. એ વાતને સમજવું કે હળદરની તાસીર ગરમ છે. એવામાં લાંબા સમય સુધી સ્કીન પર હળદરને લગાવવાથી ત્યાં ડાઘ બનવાના શરૂ થાય છે. આ માટે હળદર સૂકાતા જ તેને સાફ પાણીથી ધોઈ લો. આમ કરવાથી તેનો વધારે ફાયદો થશે.

ગરમીમાં હળદરનો ઉપયોગ ઓછો કરો
સૌથી જરૂરી અને મહત્ત્વની વાત એ છે કે ગરમીમાં હળદરનો લેપ શરીર પર ઓછો લગાવો. જો લગાવવા ઈચ્છો છો તો તેમાં દહીં કે બેસન મિક્સ કરો. આમ કરવાથી તેની તાસીરમાં ઠંડક આવે છે. જે ગરમીમાં તેના ઉપયોગ માટે યોગ્ય છે. આ પછી તમે આ મિશ્રણને થોડા સમય સુધી સ્કીન પર રાખો છો તો સ્કીનમાં નિખાર આવે છે.