રૂપાણીની સરાહનીય જાહેરાત, 60 લાખ પરિવારને આપશે મફતમાં અનાજ

March 25, 2020

 વિજય રૂપાણીએ જાહેરાત કરતાં કહ્યું કે, રાશનકાર્ડ ધરાવતા લોકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવશે. રાશનકાર્ડ ધારકને 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા આપવામાં આવશે. તેમજ પરીવાર દીઠ એક કિલો દાળ પણ આપવામાં આવશે.

વિજય રૂપાણીનું કહેવું છે કે, ગુજરાતના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. લોકોને 21 દિવસ ઘરમાં રહેવા માટે પણ વિજય રૂપાણીએ કહ્યું છે. ગુજરાત સહીત સમગ્ર દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા પણ આવશ્યક ચીજ વસ્તુઓને વહેંચાણ માટે છૂટ આપવામાં આવી છે.