કોરોના સામેના જંગમાં હવે સેના તૈયાર, 8500 ડોક્ટરો હાઈએલર્ટ પર, વાયુસેના થઈ સક્રિય

April 02, 2020

નવી દિલ્હી : કોરોના સામેના જંગમાં હવે ઉતરવા માટે ભારતીય સેનાને પણ એલર્ટ કરી દેવાઈ છે. કોરોનાનો વ્યાપ વધે અને દેશમાં નાજુક સ્થિતિ ઉભી થાય તો વાયુસેનાના માલવાહક વિમાનોને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

નૌસેનાના યુધ્ધ જહાજોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાની ત્રણે પાંખની તૈયારીઓની જાણકારી મેળવી હતી.

વાયુસેનાને સક્રિય કરી દેવાઈ

સેનાના 8500 જેટલા ડોકટરો કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રખાયા છે. સુરક્ષા દળો પહેલા જ ક્વોરેન્ટાઈન માટેની સુવિધા ઉભી કરી ચુક્યા છે.

ડિફેન્સ પબ્લિક સેક્ટરના યુનિટ મેડિકલ ઉપકરણો બનાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ , મણીપુર જેવા દુરના રાજ્યોમાં મેડિકલ ઉપકરણો પહોંચાડવા માટે વાયુસેનાને સક્રિય કરી દેવાઈ છે. વાયુસેનાએ 3 દિવસમાં 25 ટન સપ્લાય પહોંચાડી ચુકી છે.