પુલવામાના ત્રાલમાં સેનાને મળી મોટી સફળતા, અથડામણમાં 3 આતંકી ઠાર

February 19, 2020

શ્રી નગર : જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ત્રાલ વિસ્તારમાં સેનાએ મંગળવારે મોડી રાતે ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. ઠાર મરાયેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. તેઓ સ્થાનિક આતંકી હતા. તેમની પાસે હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. 

મંગળવારે સાંજે જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે ત્રાલમાં આતંકીવાદીઓની હાજરીની માહિતી બાદ તપાસ અભિયાન શરૂ કર્યુ. સેનાએ બાદમાં વિસ્તારને ઘેરી લીધો. જે બાદ અથડામણ થઈ. 

જમ્મુ-કાશ્મીર પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યુ કે ત્રણ મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે. તેમની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. 

જમ્મુ અને કાશ્મીરમાં ISIએ હુમલો કરવાનું ષડયંત્ર રચ્યુ છે. ISI પુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાનની ખાનગી એજન્સી ISIએ તમામ આતંકી જૂથો સાથે મળીને નવુ ગ્રૂપ બનાવ્યુ છે. જેનું નેતૃત્વ જૈશ-એ-મોહમ્મદ કરી રહ્યા છે. ગ્રૂપનું નામ ગજનવી ફોર્સ આપવામાં આવ્યુ છે.