અરવિંદકુમાર બન્યા ગુજરાત હાઈકોર્ટના નવા ન્યાયાધીશ

October 13, 2021

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અરવિંદ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા અધિકૃત રીતે ઓર્ડર આ અંગેનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર હાલ કર્ણાટક હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત છે અને તેમણે વર્ષ 1987 માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. જસ્ટિસ અરવિંદ કુમારે શરૂઆતમાં સિવિલ કોર્ટ, મેજિસ્ટ્રેટ કોર્ટ, અપીલ ટ્રિબ્યુનલમાં લગભગ 4 વર્ષ સુધી પોતાની સેવા આપી હતી. ત્યાર બાદ તેમણે હાઇકોર્ટમાં વકીલાત કરી. વર્ષ 1999માં કર્ણાટક હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારના વધારાના સ્થાયી સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી આ સિવાય તેઓની વર્ષ 2005માં ભારતના સહાયક સોલિસિટર જનરલ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2009થી કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા હતા અને હવેથી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે.