આર્યન આજની રાત પણ જેલમાં રહેશે; કાલે સુનાવણી થશે, NCBએ ખાન પર આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે સંપર્ક હોવાના આરોપ લગાવ્યા

October 13, 2021

મુંબઈ  :શાહરુખના દીકરા આર્યનની જામીન અરજી પર આજે (13 ઓક્ટોબર) મુંબઈની સેશન્સ કોર્ટે આવતીકાલે સવારે 11 વાગ્યા પછી સુનાવણી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં NCBએ કહ્યું હતું કે આર્યન પાસેથી ભલે કંઈ ના મળ્યું, પરંતુ તે આ આખા ષડયંત્રમાં સામેલ છે. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. અને આર્થર રોડ જેલમાં છે. શાહરુખે આર્યન માટે વકીલ અમિત દેસાઈને હાયર કર્યા છે. તે સતીશ માનશિંદે સાથે મળીને કોર્ટમાં દલીલો કરે છે. ઉલ્લેખનીય છે કે દેસાઈએ સલમાનને હિટ એન્ડ રન કેસમાં જામીન પર છોડાવ્યો હતો. જામીન અરજીની સુનાવણી વીવી પાટિલની કોર્ટમાં થઈ હતી. નોંધનીય છે કે કોર્ટમાં શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી તથા સિક્યોરિટી ગાર્ડ રવિ હાજર છે.

ASG (એડિશનલ સોલિસિટર જનરલ) અનિલ સિંહે કોર્ટમાં વ્હોટ્સએપ ચેટ બતાવી હતી. તેમણે કહ્યું હતું કે ચેટ્સમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સની વાતચીત પર્સનલ યુઝ માટે હોઈ શકે નહીં. વિદેશી નાગરિકની ઓળખ માટે વિદેશ મંત્રાલય સાથે વાત પણ કરી છે. તે એટલા માટે ડ્રગ્સ જપ્ત કર્યું અને ચેટ્સની વાત કરે છે, કારણ કે આ ષડયંત્રની બાબતમાં આ જરૂરી નથી કે તમામ આરોપીઓ પાસે કમર્શિયલ માત્રા હોય કે મધ્યમ માત્રા મળે. થોડી, કમર્શિયલ કે કોઈ માત્રા ના હોય, જો NDPS (નાર્કોટિક ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ એક્ટ 1985)ની કલમ 29 અમલી થાય છે તો ષડયંત્ર છે. જ્યારે આ કલમ લાગુ થાય છે તો તે વ્યક્તિ પર ગુનાનો આરોપ લગાવવામાં આવે છે અને તેને ષડયંત્રકર્તાના સમાન ગુના માટે દંડિત કરવામાં આવે છે.

વધુમાં ASG અનિલ સિંહે કહ્યું હતું કે અન્ય આરોપીઓ પાસેથી ડ્રગ્સ મળ્યું હતું. વ્હોટ્સએપ ચેટ એટલા માટે જરૂરી છે, કારણ કે તેમાં મોટી માત્રામાં ડ્રગ્સની ખરીદીની વાત છે. વિદેશી નાગરિકની સાથે ડ્રગ્સની વાત છે અને તે પણ ભારે માત્રામાં. તેમને આ ડ્રગ્સ અંગે જાણતા નથી, પરંતુ તેમના અધિકારીઓએ કહ્યું હતું કે આ હાર્ડ ડ્રગ્સ છે. તેમનો તર્ક છે કે તેમણે અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરી છે અને તેમાંથી 4 ડ્રગ્સ પેડલર્સ છે અને તેમાંથી એકની પાસેથી કમર્શિયલ માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. અર્ચિત તથા શિવરાજ પણ ડ્રગ્સ પેડલર્સ છે.

ASG અનિલ સિંહે પોતાની દલીલમાં આગળ કહ્યું હતું કે તેમણે ષડયંત્રને નકાર્યું નથી. એવું નથી કે જે દિવસે આર્યનની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમને ખબર હતી કે આ ષડયંત્ર હતું. તેમણે ત્રીજા રિમાન્ડમાં આ સામેલ કર્યું. 20 આરોપી છે અને કેટલાંક ડ્રગ પેડલર છે. ખાન તથા મર્ચન્ટે તેમની સાથે વાતો કરી હતી અને તેના પુરાવા છે. આ ચેટ્સમાં પૈસા કે થોકબંધ માત્રાનો ઉલ્લેખ છે, પછી તે હાર્ડ ડ્રગ્સ અંગે એક વિદેશી નાગરિક સાથે વાતચીત પણ છે. પંચનામા પ્રમાણે, ખાનની પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. અરબાઝ પાસેથી મળ્યું છે. તર્ક એ છે કે ડ્રગ્સ અરબાઝ મર્ચન્ટ પાસેથી મળ્યું છે અને તે આર્યનને તેના ઘરે મળ્યો હતો. પોતાના નિવેદનમાં તેણે આર્યન ખાન સાથે સંબંધ હોવાની વાત માની છે. મર્ચન્ટ, ખાનની સાથે કારમાં જ ઘરેથી નીકળ્યો હતો અને તે ટર્મિનલ પર હતો અને અહીંયા તેમને પકડવામાં આવ્યો હતો. અરબાઝની સાથે આ ડ્રગ્સ તેમના સેવન માટે હતું અને બંનેને આ અંગે ખબર હતી. ખાનને પણ ખબર હતી કે મર્ચન્ટની પાસે ડ્રગ્સ હતું.