સરકારે લોનના વ્યાજદરોમાં ઘટાડો કરતા જ લોકો મકાન ખરીદી તરફ વળ્યા

January 27, 2021

  • કેનેડામાં પુરવઠા સામે માંગ વધતા મકાનોની કિંમત ૬૦૭૦૦૦ યુએસ ડોલર સુધી પહોંચી
  • ૨૦૧૯ના ડીસેમ્બર કરતા મકાનના ભાવમાં ૪૭ ટકાનો વધારો નોંધાયો

બ્રામ્પ્ટન : કેનેડામાં મકાનોના વેચાણમાં ડીસેમ્બર માસમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હોવાનું કેનેડીયન રીયલ એસ્ટેટ એસોસિયેશનના શુક્રવારના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ડિસેમ્બરના વેચાણમાં ગયા વર્ષના ડિસેમ્બરની સરખામણીમાં ૪૭. ટકાનો વધારો જોવા મળ્યો હતોજે છેલ્લા ૧૧ વર્ષમાં કોઈ પણ એક માસમાં થયેલા વેચાણની સર્વોચ્ચ સપાટી હતી. વેચાણ નવેમ્બરની સરખામણીમાં પણ . ટકા વધુ હતું. ડિસેમ્બરના વિક્રમી આંકડાઓએ સતત છઠ્ઠા મહિને વધારો દર્શાવ્યો હતો. ફેરફાર કોવિડ-૧૯ની મહામારી બાદના દેશવ્યાપી શટડાઉન છતાં આવ્યો હતો. જે નોંધપાત્ર છે. એસોસિયેશનના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, મહામારીને કારણે સરકારે લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો હોવાથી વધુ લોકો મકાન ખરીદી રહ્યા છે અને એને કારણે માંગમાં વધારો થયો છે. જે પ્રોપર્ટી માર્કેટને ધમધમતું રાખનારૂં પરીબળ બન્યું હોવાનું નિષ્ણાંત અર્થશાસ્ત્રી ડગ્લાસ પોર્ટરે જણાવ્યું હતું. માંગની સામે પુરવઠો ઓછો હોવાથી નેશનલ એવરેજ હોમ પ્રાઈસમાં વધારો થઈ ડિસેમ્બરમાં વિક્રમ સર્જક ૬૦૭,ર૮૦ યુએસ ડોલર સુધી પહોંચી હતી. જે ર૦૧૯ના ડિસેમ્બરની સરખામણીમાં ૧૭. ટકા જેટલી વધારે હતી.ગ્રેટર વાનકુંવર અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારની માર્કેટમાં નેશનલ એવરેજ પ્રાઈસ લગભગ ૧૩૦૦૦૦ યુએસ ડોલર જેટલી થઈ હતી એમ એસોસિયેશનના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતુ.

ઘણાં વિસ્તારોમાં મકાનોની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં બેલીવિલે, સિમકોયે, ઈન્ગેરસોલ, વુડસ્ટોક અને લેકલેન્ડ જેવા વિસ્તારોમાં વધારો ૩૦ ટકા જેટલો હતો. કાલગેરી અને એડમન્ટનમાં પણ . થી . ટકાનો વધારો જોવા મળ્યો હતો. એસોસિયેશનના સિનીયર ઈકોનોમિસ્ટ શોન કેથકાર્ટે કહ્યું હતું કે, નવા મકાનોના લિસ્ટીંગમાં પણ હવે વધારો જોવા મળી શકે છે. કેમ કે, વર્ષના આરંભે ૧૦૦૦૦૦ મકાનો લિસ્ટમાં હતા. જે અત્યાર સુધીના ઓછા ગણાય એવા હતા. પાંચ વર્ષ પહેલા લિસ્ટમાં રપ૦૦૦૦ મકાનો હતા. આમ માંગ વધવાને કારણે કિંમતોમાં પણ વધારો થઈ રહ્યો છે.