અર્થતંત્ર ગતિ પકડવા માંડયું, મહામારી પહેલાની સરખામણીમાં કેનેડીયન ઉપભોકતાઓ ખર્ચ કરવાનું વધાર્યું

July 27, 2020

  • રીટેલ વેચાણમાં મે માસની સરખામણીમાં ર૪. ટકાનો ઉછાળો નોંધાયો

મોન્ટ્રીયલ : કેનેડીયન ઉપભોકતાઓ અત્યારે જે રીતે વધુ ખર્ચ કરી રહ્યા છે જોતા તો એમ લાગે કે કોવિડ -૧૯ની મહામારી પસાર થઈ ચુકી છે અને અર્થતંત્ર ફરીથી ગતિ પકડી રહયું છે. અચાનક સારો સમય આવી ગયો હોવાની કદાચ ભ્રમણા પણ હોઈ શકે છે. કેમ કે, સરકારે લોકોની આવકમાં સહાય કરી છે. લોનના હપ્તાઓ ભરવા માટે વધારાનો સમય આપ્યો હોય કે, પછી લોકો પોતાની બચતમાંથી ખર્ચા કરતા હોયજુન માસની શરૂઆતમાં વેચાણની સંભાવનાનો જે અંદાજ બાંધવામાં આવ્યો હતો મુજબ રીટેલ વેચાણમાં મે માસની સરખામણીમાં ર૪. ટકાનો ઉછાળો જોવા મળ્યો હોવાનું સ્ટેટેસ્ટીકસ કેનેડાએ મંગળવારે જણાવ્યું હતું. જુલાઈના આરંભે પણ ઉપભોકતાઓના ખર્ચમાં કેટલાક ટકાનો વધારો અગાઉના વર્ષોના સમયની સરખામણીમાં જોવા મળ્યો હતો એમ ટીડી બેંકના મંગળવારે જાહેર કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

જો કે, બધી ઈન્ડસ્ટ્રી ફરીથી પાટે નથી ચઢી. જેમ કે, હોટેલ અને એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી પણ અન્ય ક્ષેત્રો મંદીમાંથી બહાર જરૂર આવ્યા છે. યુઝડ કાર્સ, વ્યાપારી વર્ગ, કોન્ટ્રાકટર્સ અને દવા તથા પર્સનલ કેર ક્ષેત્રમાં કામકાજ શરૂ થયું છે. વાત પણ સાચી છે કે, જુન સુધીમાં અંદાજે . મિલીયન જેટલી રોજગારી બચી હતી. જે મહામારી શરૂ થઈ ત્યારે અંદાજે ત્રણ મિલીયન લોકોને કામના પ્રમાણમાં ઓછી કમાણી થતી હતીટીડી બેંકના સિનીયર ઈકોનોમિસ્ટ બ્રિયાન ડેપ્રાટોના જણાવ્યા મુજબ લોકોની ખર્ચની પેટર્ન પ્રોત્સાહક જણાય છે. જો કે, રોજગારીની સ્થિતિ મહામારી પહેલાની સરખામણીમાં ઘણી ઓછી છે. એટલે બીજા તબક્કાનું જોખમ હજુ છેફેડરલ સરકારના કેનેડા ઈમરજન્સી રીસ્પોન્સ બેનીફીટને થોડો વધારવો પડશે. તો કેનેડીયનોના હાથમાં રોકડ રકમ આવવાનું ચાલુ રહેશે. એક અંદાજ મુજબ સાત લાખથી વધુ કેનેડીયનો તેમના દેવા કે બાકી રકમ ચુકવી શકયા નથી એમને વધારાનો સમય પણ આપવો પડશે.