બિહારની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી, ત્રીજા મોર્ચાની શક્યતાઓ બની પ્રબળ

September 21, 2020

પટના : સાંસદ ઓસદુદ્દીન ઓવૈસીની પાર્ટી અલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) અને પૂર્વ સાંસદ દેવેન્દ્ર યાદવની પાર્ટી સમાજવાદી જનતા દળ(ડેમોક્રેટિક) મળીને સંયુક્ત જનતાંત્રિક સેક્યુલર ગઠબંધન(UDSA) બનાવ્યા બાદ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા મોર્ચાની શક્યતા પ્રબળ બની છે. જો કે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી કે કોઈ અન્ય દળ આ ગઠબંધનમાં આવી રહ્યાં છે કે નહી.

બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને પૂર્વ સાંસદ યાદવે આ વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં એન્ટ્રી સાથે જ કહ્યું કે, બિહારમાં વિપક્ષ પોતાનું કર્તવ્ય નથી નિભાવી રહ્યું છે. આ સિવાય અન્ય સામાન વિચારધારાવાળી પાર્ટીઓ સાથે આવવાનું નિમંત્રણ આપીને તે સંકેત આપ્યા છે કે બંન્ને નેતાઓની નજર ત્રીજા મોર્ચા પર છે.

કહેવામાં આવ્યા છે કે, બિહારમાં વિપક્ષી દળોના મહાગઠબંધનમાં સામેલ નાના દળો અત્યાર સુધીમાં સીટોની વહેંચણી નહી થવા તથા ગઠબંધનમાં સ્થિતિ સ્પષ્ટ નહી થવાના કારણે નારાજ છે. એવામાં નક્કી માનવામાં આવી રહ્યું છે કે હાલની રાજકિય સ્થિતિનો ફાયદો ઉઠાવવાનો ઓવૈસી પાસે સારો મોકો છે.

મહાગઠબંધનને છોડીને જે કોઈ પણ દળ આ ગઠબંધનમાં આવશે તે તેનાથી આ ગઠબંધન મજબૂત થશે. બિહારમાં એવી ઘણી નાની પાર્ટીઓ છે જેણે ભાજપ અને વિપક્ષ સાથે સરખું અંતર જાળવી રાખ્યું છે અને તેઓ પણ કોઈ ગઠબંધનની શોધમાં છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે આવા દળો પણ આ ગઠબંધનમાં સામેલ થઈને પોતાનું કદ વધારવાનો પ્રયાસ કરશે.

બિહારની રાજનીતિને નજીકથી જાણનારા સિનિયર પત્રકાર સંતોષ સિંહ પણ કહે છે કે, તેમાં કોઈ શંકા નથી કે ઓવૈસી અને દેવેન્દ્ર યાદવની સાથે એન્ટ્રીથી બિહારમાં ત્રીજા મોર્ચાની શક્યતાને બળ મળ્યું છે. તેમનું તે પણ કહેવું છે કે, ઓવૈસીની કટ્ટર છબી તે પાર્ટીઓને ગઠબંધનમાં સામેલ થવાની આડે આવશે જેમને હિંદુ મતદાતાઓના મત પણ જોઈએ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, બિહારમાં એવી ઘણી પાર્ટીઓ છે જે જાતિય સમીકરણ સાધીને સત્તા સુધી પહોંચી રહી છે. એવામાં પાર્ટીઓ ઓવૈસીના ગઠબંધનમાં જવાથી બચશે. તેઓ એમ પણ જણાવે છે કે, ઓવૈસીની ઓળખ કિશનગંજ સહિત સીમાંચલના કેટલાંક વિસ્તારોમાં છે તેને નકારી શકાય નહી, પરંતુ જે પાર્ટીઓ અન્ય ક્ષેત્રોમાં પણ પોતાની પાર્ટીનો વિસ્તાર કરી ચુકી છે તેમના માટે આ ગઠબંધનમાં જવું સરળ નહી હોય.

ઉલ્લેખનિય છે કે, શનિવારે AIMIMના પ્રમુખ ઓવૈસી અને સમાજવાદી જનતા દળ(ડેમોક્રેટિક)ના પ્રમુખ અને પૂર્વ સાંસદ દેવેન્દ્ર યાદવે અહીં મળીને એક ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી.