એશ બાર્ટીએ સતત બીજીવાર મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ જીતી

April 05, 2021

વિશ્વની નંબર એક ટેનિસ ખેલાડી એશ બાર્ટીએ શનિવારે મિયામીમાં બિયાંકા આંદ્રેસ્ક્યૂ ફાઇનલ મુકાબલામાં ઇજાના કારણે અધવચ્ચેથી ખસી જતાં મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં સતત બીજીવાર ટ્રોફી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની બાર્ટી જ્યારે ૬-૩, ૪-૦થી આગળ હતી ત્યારે જ બિયાંકાએ પગની ઇજાના કારણે ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કરતાં બાર્ટી વિજેતા જાહેર થઇ હતી. ભારતીય સમય પ્રમાણે રવિવારે મોડી રાત્રે મિયામી મેન્સ ફાઇનલ રમાશે જેમાં ઇટાલીનો ૧૯ વર્ષનો યાનિક સિનર ટૂર્નામેન્ટના ઇતિહાસના સૌથી યુવાન ચેમ્પિયન બનવા માટેનો પ્રયાસ કરશે. તે ફાઇનલમાં પોલેન્ડના ૨૬મી વરિયતા પ્રાપ્ત હ્યુબર્ટ હુરકાજ સામે ટકરાશે. બન્ને ખેલાડી પોતપોતાની કેરિયરનો સૌથી મોટો ખિતાબ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.