અશ્વિનની બોલિંગથી અકળાયા અમ્પાયર્સ

November 27, 2021

કાનપુર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અશ્વિન અને અમ્પાયર વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન વિકેટ લેવા માટે અશ્વિને નવો પ્રયોગ કર્યો હતો. અશ્વિને એન્ડ ચેન્જ કરી બોલ રિલિઝ કરવાની પદ્ધતિ બદલતા અમ્પાયર અકળાયા હતા. તેમણે ઈન્ડિયન સ્પિનરે બોલાવી ઠપકો આપતા કહ્યું કે તું આમ બોલિંગ ન કર મને દેખાતું નથી અને તું આનાથી ડેન્જર ઝોનમાં પણ પગ મુકી શકે છે. જોકે આ વિવાદ વકરતા અજિંક્ય રહાણે અને રાહુલ દ્રવિડને મધ્યસ્થી કરવી પડી હતી.