મુંદરા સોપારી તોડકાંડઃ રૃપિયાની હેરાફેરી કરવા બદલ ASIના ભાણેજની ધરપકડ

October 22, 2023

- પંકિલની પુછપરછમાં છ ઉપરાંત વધુ એક આરોપી ઉમેરાયો


- ક્રિપાલસિંહ વાઘેલાને આરોપી મામા કિરીટસિંહના ઘરેથી ઝડપી રિમાન્ડની તજવીજ


ભુજ- મુંદરાના બહુચકચારી તોડકાંડમાં ગાંધીધામના વેપારી પંકિલની રિમાન્ડમાં તોડ માટે આંગડીયા મારફતે રૃપિયા ૩.૭૫ કરોડ મોકલાવ્યા હતા. તે આરોપી ભાણુભાને આરોપી એએસઆઇ કિરીટસિંહ ઝાલાના ભાણેજ ક્રિપાલસિંહ વાઘેલાએ પહોંચાડયા હોવાનું સામે આવતાં પોલીસે કિરીટસિંહના ઘરેાથી આરોપી ક્રિપાલસિંહને ઝડપી પાડયો હતો. પંકિલની પૂછપરછમાં સાતમા આરોપી તરીકે ક્રિપાલનસિંહનું નામ ખૂલતા ધરપકડ કરી  રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. તો, આ કેસમાં ત્રણ એએસઆઇ, હેડ કોસ્ટેબલ સહિત છ આરોપી ઉપરાંત વાધુ એક આરોપીનો ઉમેરો થયો છે.


આ તોડકાંડમાં પકડાયેલ પંકિલ મોહતાના ૭૦ લાખ રૃપિયા મુદે અલગ અલગ પેઢીઓના નામ લઇ પોલીસને ગુમરાહ કરતો હોવાથી પોલીસે આરોપીના વાધુ સાત દિવસના મેળવ્યા હતા. જેમાં તપાસ દરમિયાન તોડ માટે આંગડિયા પેઢી મારફતે મોકલાવેલા રૃપિયા ૩.૭૫ કરોડ એએસઆઇ કિરીટસિંહ બળદેવસિંહ ઝાલાના ભાણેજે ક્રિપાલસિંહ ત્રિલોકસિંહ વાઘેલાએ બોર્ડર રેન્જ પૂર્વ આઇજી સ્વ. એ.કે. જાડેજાના ભાણેજ શૈલેન્દ્રસિંહ ઉર્ફે ભાણુભા માધુભા સોઢાને પહોંચાડયા હોવાનું બહાર આવતાં પોલીસે આરોપી ક્રિપાલસિંહ વાઘેલાને તેના મામા કિરીટસિંહના ઘરેાથી ઝડપી પાડયો હતો. આરોપી પાસેાથી અન્ય ફરાર આરોપી તેમજ કેસને લગતી અન્ય વિગતો ઓકાવવા પોલીસે રિમાન્ડ મેળવા કાર્યવાહી હાથ ધરી છે.