ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ

January 06, 2020

અમદાવાદ- ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આજથી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નો આરંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સમિટના પ્રથમ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું સરદારધામ ખાતે અનાવરણ કરાવામાં આવ્યું હતું. 


ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ આજથી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી યોજાશે. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રતિમા માટે દાન આપનાર રણછોડભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

ત્રણ દિવસ ચાલનાર આ સમિટમાં 10 હજાર જેટલા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સાહસિક હાજર રહેવાના છે. આ સમિટમાં 750 જેટલા સ્ટોલ હશે. તો સમિટમાં તમામ સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું બીજુ સંસ્કરણ છે. પ્રથમ સમિટ યોજાયું હતું તે ખૂબ નાના પાયે હતું. પણ આ વખતે આ આયોજન મોટા પાયે કરવામાં આવ્યુ છે.