અયોધ્યાથી 22 કિમી દુર આ સ્થળે મસ્જિદ માટે 5 એકર જમીન અપાઈ

February 05, 2020

નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેના ટ્રસ્ટની જાહેરાત સાથે સાથે મુસ્લિમોને મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવાની પણ જાહેરાત યુપી સરકારે કરી છે.

આ જમીન અયોધ્યાથી 22 કિમી દુર રૌનાહીમાં સુન્ની વકફ બોર્ડને આપવામાં આવશે.યુપી સરકારની કેબિનેટે આ નિર્ણય પર મંજૂરીની મોહર મારી દીધી છે.રૌનાહી મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. 

યુપી કેબિનેટની બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.આ જમીન લખનૌ અયોધ્યા હાઈવે પર અયોધ્યાથી 22 કિલોમીટર પહેલા આવે છે.સરકારે જમીન આપવાની જાહેરાત કરી દીધી છે.હવે આ જમીનનુ શું કરવુ તે સુન્ની વકફ બોર્ડ પર નિર્ભર કરે છે.

સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદીત જમીન રામ મંદિર  માટે આપવાની સાથે સાથે મસ્જિદ માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન ફાળવવાનો પણ આદેશ આપ્યો હતો.