એટીએસની ટીમે સૌરાષ્ટ્રમાંથી 9 આરોપીઓને પકડી 18 હથિયાર જપ્ત કર્યા

May 14, 2022

ગુજરાત એટીએસની ટીમે અમદાવાદથી બે આરોપીઓ પાસેથી 4 હથિયાર જપ્ત કર્યા હતા બાદમાં આરોપીઓની પુછપરછ કરીને હથિયારોની આપલે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં અને શહેરોમાં થતી હોવાની બાતમીના આધારે એટીએસની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને 26 આરોપીઓને ઝડપીને 60 હથિયાર જપ્ત કર્યા છે. આરોપીની પુછપરછમાં વધુ નામ સામે આવતા એટીએસની ટીમે બીજા 9 આરોપીઓને ઝડપીને તેમની પાસેથી 18 હથિયારો જપ્ત કર્યા છે.  હથિયાર પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 39 આરોપીઓ પકડાયા છે જેમની પાસેથી કુલ 78 હથિયાર મળી આવ્યા છે. 

ગુજરાત એટીએસની ટીમે ગત 3 તારીખે હથિયારના વેપલાનો પર્દાફાશ કર્યો હતો અને 26 લોકોને અલગ અલગ જગ્યાએથી પકડીને 60 ગેરકાયદેસર હથિયારો તથા 18 કારતુસો જપ્ત કર્યા હતા. જો કે આરોપીની પુછપરછમાં અલગ અલગ જગ્યાએ હથિયારો આપ્યા હોવાનુ સામે આવ્યુ હતુ અને લોકોમાં રોફ જમાવવા માટે જ માત્ર હથિયારોનો વેપલો કરતા હોવાનુ જણાવ્યુ હતુ. 

જો કે એટીએસની ટીમે આરોપીઓની સઘન પુછપરછ કરી ત્યારે પકડાયેલા આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ તથા અન્ય આરોપીઓએ બીજા 9 વ્યક્તિઓ પાસે પણ આ હથિયાર હોવાનુ જણાવ્યુ હતુ જેના આધારે એટીએસની ટીમે રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદમાંથી કુલ 9 આરોપીઓને પકડીને બીજા 18 ગેરકાયેદસર હથિયારો જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, એટીએસની ટીમે અમદાવાદમાંથી બે આરોપીને પકડીને 4 પિસ્ટલ જપ્ત કરી હતી.

બાદમાં માહિતી મળતા બીજા 28 વ્યક્તિઓને પકડીને 60 હથિયાર જપ્ત કર્યા હતા અને આરોપીની પુછપરછ કરતા વધુ 9 આરોપીને પકડીને 18 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આમ એટીએસની ટીમે અત્યાર સુધીમાં 39 આરોપીઓને પકડીને 78 હથિયાર તથા 18 કારતુસ જપ્ત કર્યા છે. આવનારા દિવસોમાં આરોપીની પુછપરછ કરતા વધુ નામો સામે આવશે તેવી પુરે પુરી સંભાવના વર્તાઈ રહી છે.