છત્તીસગઢના CMનો RSS પર હુમલો:બધેલે કહ્યું- સામ્પ્રદાયિકતા અને ધર્માંતરણમાં તેમની માસ્ટરી

October 13, 2021

રાયપુર  :છત્તીસગઢના કવર્ધામાં થયેલી સામ્પ્રદાયિક હિંસાના બહાને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS) સાથે જોડાયેલા સંગઠનોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેશ બધેલે RSS પર શાબ્દિક હુમલો કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ લોકોની બે વસ્તુઓમાં માસ્ટરી છે. એક ધર્માંતણ અને બીજી સામ્પ્રદાયિકતા. આ લોકો દરેક ઘટનાને સામ્પ્રાદાયિક રંગ આપવાની કોશિશ કરી રહ્યાં છે, જોકે આવું થવા દેવામાં આવશે નહિ.

માતા મહામાયાના દર્શન માટે રવાના થતા પહેલા રાયપુર હેલિપેડ પર મીડિયા સાથેની વાતચીતમાં બધેલે કહ્યું કે હવે તેમની પાસે છત્તીસગઢમાં કોઈ મુદ્દો રહ્યો નથી. આ લોકો ખેડૂતો, મજૂરો, આદિવાસીઓ, અનુસુચિત જાતિ, વેપાર અને ઉદ્યોગ વિશે વાત કરી શકે તેમ નથી. ધર્માંતરણ અને સામ્પ્રાદાયિકતા પર જ લડવાનું કામ કરી રહ્યાં છે.

કોરોનોના કારણે ઘણા સમયથી વેપાર-કારોબાર બંધ હતા. હવે ખુલ્યા છે તો લોકો તોફાન કરીને શહેરને બરબાદ કરશે. જોકે અમે આ ઘટનાને ઘટવા દઈશું નહિ. મુખ્યમંત્રીએ કહ્યું કોઈ પણ ઘટનાને હળવાશથી લેવાની નથી. તેઓ નાની ઘટનાને પણ મોટી બનાવવા માંગે છે. બે લોકો લડશે તો બની શકે કે તેમાં બંને ભાઈ હોય. એવું પણ બની શકે કે બે જાતીઓ કે બે અલગ-અલગ ધર્મોના લોકો હોય. પરસ્પર લડાઈ-ઝધડા થઈ જાય છે. દરેક વાતને સામ્પ્રદાયિકતાનો રંગ આપવાની કોશિશ કરશે અને આપણે તેની પર કડક નજર રાખવાની છે.