કર્ણાટકમાં કૈલાસ ખેર પર બોટલો ફેંકી હુમલો

January 31, 2023

મુંબઇ : કર્ણાટકમાં હમ્પી મહોત્વમાં કૈલાસ ખેર પર ચાલુ કોન્સર્ટ દરમિયાન કાચની બે બોટલ ફેંકાઈ હતી. સ્ટેજ પર હાજર લોકોએ બોટલો ખાળી લેતાં કૈલાસ ખેરનો બચાવ થયો હતો. પોલીસે આ હુમલા અંગે બે લોકોની ધરપકડ કરી હતી. ઓડિયન્સમાંથી બે લોકો ઈચ્છતા હતા કે કૈલાસ ખેર કન્નડ ગીતો પણ ગાય. પરંતુ. તેમની વાત સ્ટેજ સુધી પહોંચી જ ન હતી. આથી ઉશ્કેરાઈને તેમણે કૈલાસ ખેરને નિશાન બનાવી કાચની બોટલો ફેંકી હતી. અચાનક બોટલો ફેંકાતાં દોડધામ મચી હતી. સ્ટેજ પર કેટલાક લોકોએ આ બોટલ આંતરી હતી. ઘટના સ્થળે મોજુદ પોલીસ જવાનોએ ભારે ભીડ વચ્ચે તત્કાળ  બે હુ કર્ણાટકમાં ત્રણ દિવસનો હમ્પી મહોત્વ યોજાયો હતો. ૨૯મીએ તેના સમાપન કોન્સર્ટ વખતે જ આ ઘટના સર્જાઈ હતી.