VHP નેતા પર હુમલો, MPના રાજગઢમાં પણ સ્થિતિ વણસી
May 13, 2022

નવી દિલ્હી : રાજસ્થાનમાં ભીલવાડા બાદ હનુમાનગઢમાં હિંસક ઘર્ષણ થયું છે. હનુમાનગઢમાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક નેતા પર હુમલો થયા બાદ તણાવ વધ્યો. હુમલાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ રસ્તા જામ કરી દીધા. હાલ વીએચપી નેતાને બીકાનેર હોસ્પિટલ શિફ્ટ કરાયા છે. બીજી બાજુ મધ્ય પ્રદેશથી પણ હિંસાના અહેવાલ આવી રહ્યા છે.
મધ્ય પ્રદેશના રાજગઢ વિસ્તારના કરેડી ગામમાં બે સમુદાયો વચ્ચે જૂથ અથડામણ થઈ. આ દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો કરાયો અને ઉપદ્રવીઓએ ઘરોમાં આગચંપી પણ કરી. ગત રાતે ઘટેલા આ ઘટનાક્રમમાં બે સમુદાય વચ્ચે જમીન વિવાદે સાંપ્રદાયિક સ્વરૂપ ધારણ કરી લીધુ. સ્થિતિ વણસી જતા બંને સમુદાયો તરફથી પથ્થરમારો થયો અને કેટલાક ઘરોમાં આગચંપી કરાઈ હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બે અલગ અલગ સમુદાયના લોકોના ઘરમાં આગચંપી થઈ હતી. રાજગઢ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ઉમેશ યાદવ જ્યારે અન્ય પોલીસકર્મીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા તો ઉપદ્રવીઓએ તેમના ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. હનુમાનગઢ જિલ્લાના નોહરમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા સતવીર સહારણ પર કેટલાક યુવકોએ હુમલો કર્યો ત્યારબાદ સ્થિતિ વણસી ગઈ હતી.
ઘાયલ સતવીરને નોહરથી હનુમાનગઢ રેફર કરાયા જ્યાં પ્રાથમિક સારવાર બાદ બીકાનેર રેફર કરાયા. આ ઘટના બાદ વીએચપીના કાર્યકરો આક્રોશમાં આવી ગયા અને રસ્તા જામ કર્યા. તેમનું એમ કહેવું છે કે નોહરમાં નોહરમાં એક મહિલા અને એક વ્યક્તિએ સતવીરને કહ્યું કે કેટલાક યુવકો મંદિર સામે બેસી રહે છે અને છેડતી કરે છે. જ્યારે સતવીર પૂછપરછ માટે પહોંચ્યા તો તેમણે ઝઘડો શરૂ કરી દીધો અને લોઢાના સળિયાથી સતવીરને ઈજા પહોંચાડી જેના કારણે તે ગંભીર ઘાયલ થયા.
Related Articles
બાળા સાહેબની પ્રતિષ્ઠા ધુળધાણી થઈ રહી છે, રાજ ઠાકરેના ઉધ્ધવ ઠાકરે પર પ્રહારો
બાળા સાહેબની પ્રતિષ્ઠા ધુળધાણી થઈ રહી છે...
May 22, 2022
બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહ પાર્ટીથી નારાજ હોવાથી ટીએમસીમાં જોડાયા
બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહ પા...
May 22, 2022
IAS કે. રાજેશની લાંચ લેવાની મોડેસ ઓપરેન્ડી જાણી CBI પણ ચોંકી ગયું
IAS કે. રાજેશની લાંચ લેવાની મોડેસ ઓપરેન્...
May 22, 2022
દેશમાં ફરી કોરોનાના 2 હજારથી વધારે કેસ, 65 લોકોનાં મોત
દેશમાં ફરી કોરોનાના 2 હજારથી વધારે કેસ,...
May 22, 2022
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં ઈમરાનખાને વખાણ કર્યા
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં...
May 22, 2022
દિલ્હીમાં માતા અને બે પુત્રીઓએ ઘરને બનાવી દીધું ગેસ ચેમ્બર
દિલ્હીમાં માતા અને બે પુત્રીઓએ ઘરને બનાવ...
May 22, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022