માસૂમ બાળકીના માથામાં કાકીએ દસ્તાના ઘા મારી હત્યા કરી, પરિવારે PM કરાવ્યા વગર અંતિમસંસ્કાર કર્યા

June 10, 2021

ઉપલેટા : ઉપલેટાના પાદવ રોડ ઉપર આવેલી સર્વોદય સોસાયટીમાં હૈયુ હચમચાવી મૂકે તેવી બે દિવસ પૂર્વે ઘટના ઘટી ગઈ હતી. મા સમાન સગી કાકીએ ક્રૂર મિજાજમાં 9 વર્ષની ભત્રીજી આયુષીને માથા પર દસ્તાના ઘા ફટકારી કરપીણ હત્યા કરી હતી. બનાવમાં મહિલા તેમજ તેના પતિએ પરિવાર સાથે મળી અકસ્માતમાં ખપાવી દેવાના કરેલા પ્રયાસનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. એટલું જ નહીં બાળકીની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર પૂરાવાનો નાશ કરી અંતિમસંસ્કાર પણ કરી દેવાયા હતા. માસૂમ બાળકીની હત્યાના ગુનામાં કૂર કાકી વંદના તેમજ પુરાવાનો નાશ કરવા મદદગારી કરવાના આરોપસર બાળકીના પિતાઅને કાકાને સકંજામાં લઈ ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે

ઉપલેટામાં શહીદ ભગતસિંહ ચોક નજીક અશોક સાબુના નામે સાબુની દુકાન ધરાવતા નિમાવત પરિવારના બન્ને ભાઈઓ ચેતન અને મયુર નિમાવત સર્વોદય સોસાયટીમાં સંયુક્ત કુટુંબમાં રહે છે. મોટાભાઈ ચેતનને સંતાનમાં બે પુત્રીઓ તથા નાના ભાઈ મયુરને બે પુત્રો છે. સંયુક્ત કુટુંબમાં દેરાણી-જેઠાણી વચ્ચે ચાલતા નાની-મોટી ટકરાવને લઈને પૃથ્વીરાજની કાકીએ બદલો લેવાના હેતુથી જેઠાણીની માસૂમ પુત્રી આયોજિત બે દિવસ પહેલા તારીખ 8ના રોજ બપોરના ચાર વાગ્યાના અરસામાં બાળકી રૂમમાં ટીવી જોઈ રહી હતી. ત્યારે ત્યારે તેમની કાકી વંદનાએ આવી નવ વર્ષની બાળકી આયુષીને કહ્યું, ચાલ બેટા તને કંઈક વસ્તુ અપાવું એમ કહી મકાનની છત ઉપર લઈ જઈ હતી. ત્યાં બાળકી આયુષ્યને સુવડાવી માથા ઉપર લોખંડના દસ્તાના બે ઘા ઝિંકતા લોહીયાળ હાલતમાં બાળકી બેભાન બની ગઈ હતી. ત્યારે ચેતન દિમાગની કાઠી વંદનાએ પરિવારજનોને આયુષી પ્રથમ મજલેથી પડી ગયાની વાર્તા વર્ણવી હતી.

બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. ત્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ દરમિયાન ઘરના તમામ સભ્યો હોસ્પિટલે પહોંચી ગયા હતા અને મરનાર બાળકી આયુષીના પિતા ચેતનને બાળકીની હત્યા થયાની ગંધ આવી ગઈ હતી અને તેને તેના ભાઈ મયુરને જાણ કરી હતી. જોકે બનાવ ઘરનો હોય અને ઘરની વાત ઘરમાં રહે એ ઈરાદે સગા વ્હાલાઓને પણ કશી પડી જવાની કે મોત થયાનું જણાવી તેમને બાળકીનું પીએમ કરાવ્યા વગર અગ્નિસંસ્કાર કરી દીધા હતા. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે કાકી વંદના તથા બન્ને ભાઈઓ ચેતન અને મયુરની પૂછપરછ કરતાં વિગતો બહાર આવેલી હતી