ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ થયો કોરોના સંક્રમિત, આખી ટીમનું કરાશે ટેસ્ટિંગ

January 05, 2022

ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલના કોરોનાથી સંક્રમિત થયાની પુષ્ટિ બુધવારે સવારે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં થઈ છે. ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને વર્ષ 2021માં RCBની ટીમમાં સામેલ કરાયા હતા. આ પહેલા તેઓ કિંગ્સ ઈલેવન પંજાબની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. ગ્લેન મેક્સવેલ બિગ બેશ લીગમાં મેલબર્ન સ્ટાર્સના કેપ્ટન છે. મેક્સવેલે આ આઈપીએલ સીઝનમાં RCB માટે 15 મેચમાં 144.10ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 513 રન બનાવ્યા હતા.

ગ્લેન મેક્સવેલે સોમવારે રેનેગાડેસના વિરોઝમાં ટીમના મેચ બાદ ટેસ્ટ કરાવ્યો હતો. તેનો પીસીઆર ટેસ્ટ કરાવાયો હતો અને રીઝલ્ટની રાહ જોવાઈ રહી છે. આ સમયે BBLમાં કોરોનાની એન્ટ્રી સતત ચાલી રહી છે. રેનેગાડેસ ટીમમાં એક કેસ આવ્યો છે અને આ 5મી કલ્બ છે જેમાં કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આ પહેલા પણ કોરોનાના કારણે બ્રિસબેન હીટ્સે મંગળવારે સિડની સિક્સર્સના વિરોધમાં મેચ રમી ન હતી.