બાડોસાએ બાર્ટીને હરાવીને મેજર અપસેટ સર્જ્યો

April 11, 2021

બાડોસાએ બાર્ટીને હરાવીને મેજર અપસેટ સર્જ્યો
ચાર્લ્સટન: સ્પેનની યુવા ખેલાડી પાઉલા બાડોસાએ વિશ્વની પ્રથમ ક્રમાંકિત એશ્લે બાર્ટીને સીધા સેટમાં હરાવીને ચાર્લ્સટન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બાડોસાએ આ મુકાબલામાં બાર્ટીને ૬-૪, ૬-૩ના સ્કોરથી હરાવીને ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જ્યો હતો. સ્પેનિશ ખેલાડીએ પાંચ વખત બાર્ટીની સર્વિસ બ્રેક કરી હતી. છેલ્લી ચાર ટૂર્નામેન્ટમાં બાડોસા બે વખત સેમિફાઇનલમાં પહોંચી છે. તેનો સામનો હવે રશિયાની ૧૫મી ક્રમાંકિત વેરોનિકા કુદેરમેતોવા સામે થશે. રશિયન ખેલાડી કુદેરમેતોવાએ ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન સ્લોએન સ્ટિફન્સને ૬-૩, ૬-૪થી હરાવીને અંતિમ-૪માં સ્થાન નિિૃત કર્યું હતું. મોન્ટેગ્રોની ડાન્કા કોવિનચે કઝાકિસ્તાનની યૂલિયા પુતિનત્સેવા સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ મુકાબલાને ૬-૭ (૨-૭), ૭-૫, ૬-૧થી હરાવી હતી. તે ૨૦૧૯ના નવેમ્બર બાદ પ્રથમ વખત કોઇ ડબ્લ્યૂટીએ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી છે. તેનો આગામી મુકાબલા ટયૂનેશિયાની ઓન્સ જાબેર સામે થશે જેણે અમેરિકાની કોકો ગોફ સામે ૬-૨, ૭-૬ (૭-૨)થી વિજય હાંસલ કર્યો હતો