કંગના અને રંગોલીની ધરપકડ પર પ્રતિબંધ, પોલીસ સમક્ષ હાજર થવાનો આપ્યો આદેશ
November 25, 2020

મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. રાજદ્રોહ મામલામાં કંગના અને તેની બહેન રંગોલી ચંદેલની ધરપકડ વિરુદ્ધ ઉચ્ચ ન્યાયાલયે અંતિમ સુરક્ષા આપી છે. કંગનાએ આ મામલામાં પોલીસ એફઆઈઆર વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ ઉચ્ચ ન્યાયાલયે તેને 8 જાન્યુઆરીએ મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવાના નિર્દેશ આપ્યા છે.
મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ દ્વારા વિભિન્ન સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાના આરોપને લઈને કંગના અને તેની બહેન વિરુદ્ધ મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે બાંદ્રા પોલીસને રિપોર્ટ નોંધી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કંગના અને રંગોલી વિરુદ્ધ કાસ્ટિંગ ડાયરેક્ટર મુનવ્વર અલીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
કંગના અને રંગોલીએ 17 ઓક્ટોબરે જારી મેજિસ્ટ્રેટના આદેશ અને એફઆઈઆર રદ્દ કરવા માટે અરજી દાખલ કરી હતી. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ ઉચ્ચ ન્યાયાલયને વિશ્વાસ અપાવ્યો કે બંન્ને બહેનો પોતાના નિવેદન નોંધાવવા માટે બાંદ્રા પોલીસની સમક્ષ 8 જાન્યુઆરી 12થી 2 કલાક વચ્ચે હાજર થશે. હાઈકોર્ટે 11 જાન્યુઆરીએ મામલાની વિસ્તૃત સુનાવણી કરશે.
Related Articles
સલમાને કમિટમેન્ટ કર્યું, તેની આગામી ફિલ્મ રાધે થિયેટર્સમાં રિલીઝ કરાશે
સલમાને કમિટમેન્ટ કર્યું, તેની આગામી ફિલ્...
Jan 20, 2021
કપિલ સાથેની લડાઈ ભૂલી ગયો છું, તેનાથી હવે હું જરાય દુઃખી નથી : સુનીલ ગ્રોવર
કપિલ સાથેની લડાઈ ભૂલી ગયો છું, તેનાથી હવ...
Jan 20, 2021
આલિયા ભટ્ટની અચાનક તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ
આલિયા ભટ્ટની અચાનક તબિયત બગડતા હોસ્પિટલમ...
Jan 20, 2021
સલમાન ખાને આપી ખુશખબર, સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ રાધે
સલમાન ખાને આપી ખુશખબર, સિનેમાઘરોમાં રિલી...
Jan 19, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021

19 January, 2021