બેંક ઓફ કેનેડાનો સૌથી ઓછો વ્યાજદર છતાં આર્થિક સર્વેક્ષણ ઉજજવળ

April 26, 2021

  • આ વર્ષે દેશનો આર્થિક વિકાસદરમાં ૬.પ ટકાની વૃદ્ધિની આશા

ટોરોન્ટો : બેંક ઓફ કેનેડા દ્બારા બુધવારે જાહેર થયેલા વ્યાજદર પણ અત્યાર સુધીના સૌથી ઓછા એટલે કે ૦.રપ ટકા જેટલો રાખીને જણાવાયું હતું કે મહામારીને કારણે અર્થતંત્રને થયેલી અસરમાંથી બહાર લાવી શકાય એ આશયથી જ વ્યાજદર ઓછો રખાયો છે. જયારે તાજેતરમાં બહાર આવેલા આર્થિક સર્વેક્ષણમાં જે આગાહી જોવા મળી છે એ અર્થતંત્રના ઉજળા ભાવિનો સંકેત આપનારી છે જે મુજબ આ વર્ષે ૬.પ ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. જે મહામારીના વર્ષ દરમિયાન ૪ ટકા જેટલી રહી હતી. બેંકના નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, વ્યાજદર નીચો રાખવાની જરૂર ત્યાં સુધી જ છે, જયાં સુધી અર્થતંત્ર ફરીથી સ્થિર નહીં થાય અને જેની શરૂઆત વર્ષ ર૦રરના બીજા ભાગમાં થશે. જે વર્ષ ર૦ર૩ સુધી થવાની આગાહી અગાઉ કરવામાં આવી હતી. બેંક ઓફ કેનેડાએ છેલ્લા ત્રણ માસમાં જે રીતે પગલા લીધા છે એ નોંધપાત્ર છે એમ બીએમઓ કેપિટલ માર્કેટસના બેન્જામિન રેઈટઝે જણાવ્યું હતું. વ્યાજદર વધારવાની જરૂર નહીં જણાય ત્યાં સુધી નહીં વધારવામાં આવે એમ બેંકે જણાવ્યું હતું.

બેંકના નિષ્ણાંતોએ જણાવ્યું હતુ કે, આર્થિક વિકાસનો દર આવનારા વર્ષમાં ૩.૭ ટકા રહેશે અને ત્યારપછીના વર્ષમાં પણ એ ૩.રપ ટકા રહેશે. ફેડરલ બજેટમાં પણ એવી જ આગાહી કરવામાં આવી હતી. જેને કારણે ફેડરલ સરકારના બોન્ડ ખરીદવાનું સરળ બનશે. જે દેશના અર્થતંત્રને માટે મદદરૂપ થશે.