નાદાર થયેલ જાણીતી એરલાઇન્સ જેટ એરવેઝ એકવાર ફરી ઉડશે! કંપનીને નવા માલિક મળ્યા

October 17, 2020

મીડિયા રિપોર્ટ મુજબ જેટ એરવેઝને લોન આપનારી ક્રેડિટર્સ કમિટી(committee of creditors/COC) એ આની મંજૂરી આપી દીધી છે. આપને જણાવી દઈએ કે લગભગ એક વર્ષ પહેલા જેટ એરવેઝના સંચાલન માટે ભંડોળની ગંભીર અછત થતા એરલાઇન્સને બંધ કરવી પડી હતી. રિપોર્ટ પ્રમાણે એરલાઇન્સના લેન્ડર્સ દ્વારા નિમણૂક કરેલ રિઝોલ્યુશન પ્રોફેશનલ આશીષ છાછરિયાએ સ્ટોક એક્સચેંજ(Stock આxchange)ને આપેલ માહિતીમાં કહ્યું કે,‘ઈ-વોટિંગ આજે એટલે કે 17 ઓક્ટોબર 2020ના રોજ પૂરું થઈ ગયું છે અને કમિટી ઓફ ક્રેડિટર્સના કોડના સેક્શન 30(4) હેઠળ મુરારીલાલ જાલાન અને ફ્લોરિએન ફ્રિટ્શ(Florian Fritsch)ના રિજ્યોલૂશન પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.’

આ બે કન્સોર્ટિયમ પાસેથી મળી હતી બોલી:


મીડિયા રિપોર્ટ મુજબ જેટ એરવેઝને બે કંસોર્ટિયમથી બોલી મળી હતી. જેમાં એક યુકે(UK) બેસ્ડ કાલરોક કેપિટલ અને યુએઈના ઉદ્યમી મુરારી લાલ જાલાન અને બીજી હરિયાણાની ફ્લાઇટ સિમુલેશન ટેક્નીક સેન્ટર(FSTC), મુંબઈ ખાતે બિગ ચાર્ટર અને અબુ ધાબીની ઇન્પીરિયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ LLC(imperial capital investments llc) પણ હતી. તેથી હવે દેવા હેઠળ દબાયેલ અને નાદાર એરલાઇન્સ કંપની જેટ એરવેઝ એકવાર ફરી ઉડશે એવી આશા વધી છે.