ભરૂચમાં ભૃગુઋષિ બ્રિજ પર પતંગની દોરી બની પ્રાણઘાતક, મહિલાનું ગળું કપાયું

January 08, 2022

ભરૂચ- ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતાં અંકિતા હિરેન મિસ્ત્રી (ઉં.વ.30) શહેરના ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પર જાડેશ્વરથી શક્તિનાથ સુધી પોતાના ટૂ વ્હીલર પર પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન અચાનક પતંગની ધારદાર દોરી અંકિતાના ગળામાં ફસાઈ જતાં તેઓ ત્યાંજ ફસડાઈ પડ્યા હતા.
જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંકિતાબેનને તાત્કાલીક 108ની મદદથી સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.