સોમનાથના દરિયામાં ન્હાવા પડેલા ૨ડૂબ્યા: ૧ની લાશ મળી: ૧ લાપતા

February 23, 2020

બંન્ને યુવાનો અમરેલીના લાઠી તાલુકાના હોવાનુ બહાર આવ્યું


વેરાવળઃ સોમનાથ દરિયામા ન્હાવા પડેલા બે યુવાનો મોજાની થપાટે ડૂબી ગયા હતા જેમા એકની લાશ મળી આવી હતી જયારે હજુ એક લાપતા છે. સોમનાથ બીચ પર દરિયામાં ન્હાવાની મનાઇ હોવા છતાં અને દરિયામાં કરંટ હોવા છતાં લોકો ન્હાવાની મજા માણવાનું અટકતા નથી. જાહેરનામંુ હોવા છતાં મોજાની થપાટે ન્હાવા પહોંચી જીવનુ જોખમ લે છે ત્યારે આજે સાંજના સમયે અમરેલી જીલ્લાના લાઠી ગામના જરખીયા ગામના યુવાન નરેશભાઇ લાખાભાઇ અલગોતર (ઉ.વ.૨૦) અને તેની સાથેના ભરતભાઈ મોજાની થપાટે ન્હાવાની મોજ માણતા હતા ત્યારે અચાનક જ આવેલુ મોજુ બન્નેને ખેચી ગયુ હતું. જેમાં નરેશભાઇની લાશ મળી આવતા પ્રભાસપાટણ સીએચસી કેન્દ્રમાં ખસેડી પીએમ હાથ ધર્યુ હતું. જ્યારે બીજા યુવાનની શોધખોળ ચાલુ છે આ તેના પરીવારજનો આવ્યા બાદ વધુ માહિતી મળશે.