IPL પર કરોડોનો ખર્ચ કરનાર BCCIએ 11 કોચની કરી દીધી હકાલપટ્ટી

September 23, 2020

નવી દિલ્હી  : દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI છે. આજ કારણ છે કે હાલ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હોવા છતાં BCCIએ યુએઈમાં તેની પોતાની ટી 20 લીગ IPLનું આયોજન કર્યુ છે. જો કે, ખેલાડીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, ખૂબ જ મજબૂત ગોઠવણ સાથે બાયો-સુરક્ષિત બબલ તૈયાર કરવામાં આવ્યુ છે. આ તમામ પાછળ BCCI ખુબ ખર્ચ કરી રહી છે. BCCI IPL પાછળ કરોડોનું આંધણ કરી રહ્યુ છે તો બીજી બાજુ ભારતમાં સ્થાનિક રીતે ખર્ચ ઘટાડવાના મૂડમાં છે.

આ સંદર્ભે દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCIએ એનસીએમાં 11 કોચનો કરાર ન વધારવાનો નિર્ણય લીધો છે.
NCAના કોચ પર બેરોજગારનો કોયડો વિંઝાયો. મીડિયા રિપોર્ટ અનુસાર કોરોના પછી પહેલીવાર BCCIએ કોસ્ટ કટીંગ તરફ એક મોટું પગલું ભર્યું છે. NCAના 11 કોચનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી નાંખ્યો છે.

આ યાદીમાં ભારતના પાંચ નિવૃત્ત ખેલાડીઓ રમેશ પવાર, એસ.એસ. દાસ,ઋષિકેશ કાનીતકર, સુબ્રતો બેનર્જી અને સુજિત સોમસુંદરનો સમાવેશ થાય છે.

NCAના મુખ્ય કોચનું પદ સંભાળી ચૂકેલા રાહુલ દ્રવિડે ગત સપ્તાહે આ અંગે તમામને માહિતી આપી દીધી હતી. આ તમામ કોચ પાછળ બોર્ડને 30-55 લાખ રૂપિયા ખર્ચ થતો હતો.

જો કે કેટલાક કોચે જણાવ્યુ કે BCCIએ આ નિર્ણય અંગે પહેલા જાણકારી આપી ન હતી. બોર્ડે હજુ સુધી સત્ય કારણ પણ જણાવ્યુ નથી કે શા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો. આ કોચનું કહેવુ છે કે જો અમારો કોન્ટ્રાક્ટ રદ્દ કરવો હતો તો શા માટે અમને વેબિનારમાં ભાગ લેવાનું કહ્યુ. અમે તો આગળનો પ્લાન કરી રહ્યા હતા અમારી સાથે આવું કરશે ખબર જ નહતી અચાનક અમને કહેવામાં આવ્યુ કે તમારી હવે જરૂર નથી.

કોરોનાના કારણે NCA માર્ચ મહિનાથી જ બંધ છે. ગયા મહિને BCCI સાથે વાર્ષિક કોન્ટ્રાક્ટ પર કામ કરતા ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા NCA પહોંચ્યા હતા. વર્ષ 2019માં રાહુસ દ્રવિડના કહેવાથી જ COAના નવા કોચને NCA સાથે જોડવામાં આવ્યા હતા જેથી પહેલે થી જ કામ કરી રહેલા કોચનું ભારણ ઓછુ કરી શકાય.