તસ્કરો બન્યા બેખોફ, ઓન્ટારિયોમાં દર 48 મિનિટે એક કારની ચોરી

January 29, 2022

 • તસ્કરોને નિશાને લેક્સસ આરએક્સ 2018 હોન્ડા સીઆરવી અને હોન્ડા સીવીક વધુ રહી

ઓનટેરિયોઃ ઓન્ટેરિયોમાં દર 48 મિનિટે એક કારની ચોરી થાય છે એવો એક અહેવાલ વીમા કંપનીના પ્લેટફોર્મ હેલોસેફ.કોમ તરફથી આપવામાં આવ્યો હતો. તેઓએ કારચોરોએ ક્યાં પ્રકારના મોડલોની ચોરી કરી હતી તેની વિગત પણ આપી હતી. ઈન્સ્યુરન્સ પ્લેટફોર્મના આંકડાઓ અનુસાર વર્ષ દરમિયાન કારચોરીમાં સૌથી વધુ ચોરી થઈ હોય તેવી કારોમાં લેક્સસ આરએક્સ 2018 હોન્ડા સીઆરવી અને હોન્ડા સીવીક 2019નો સમાવેશ થાય છે.  આ અહેવાલ અનુસાર 2021માં ઓન્ટેરિયોમાંથી જે કારની ચોરી થઇ હતી તેમાંથી 47.2% એસયુવી હતી. છેલ્લા કેટલાક વર્ષથી ઓટોમોટિવ ઉદ્યોગે એસયૂવીનુ ઉત્પાદન મોટા પ્રમાણમાં શરુ કર્યું છે અને લાખો કેનેડિયન ઉપભોક્તાઓ એસયુવીની પસંદગી કરતા થયા છે.
ડિસેમ્બર મહિનામાં પોલીસ સર્વિસ તરફથી ગયા વર્ષે શહેરમાંથી ચોરાયેલી કારના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા. તેમાં હોન્ડા સીએરાનો પણ સમાવેશ થાય છે. આ સિવાય લોકોની સેડાન અને લેક્સસ કારની ચોરી વધારે પ્રમાણમાં થઇ હતી. આંકડાઓ મુજબ હોન્ડા સીઆર-વી તથા લેક્સસ આરએસ-350 અને હોન્ડા સિવિક વાહનોની ચોરી મોટા પ્રમાણમાં થઇ હતી.
ઈન્સ્યુરન્સ બ્યુરો ઓફ કેનેડા (આઈબીસી), એકવીટ એસોસિયેસન, જીએએ અને સ્ટેટિકસ કેનેડા તરફથી કાર ચોરીના  આંકડાઓમાં અન્ય વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તેના કારણે હેલોસેફના આંકડાઓમાં ઘણો તફાવત જોવા મળે છે.

વાહનોના બનાવટ ,મોડેલ તથા વર્ષ  સહિતની માહિતી નીચે મુજબ છે. 

 1. લેક્સસ આરએકસ, 2018, એસયુવી 
 2. હોન્ડા સીઆર-વી, 2019, એસયુવી 
 3. હોન્ડા સિવિક, 2019, સેડાન 
 4. ટોયોટા હાઈલેન્ડર, 2019, એસયુવી 
 5. સેવરલેટ/જીએમસી, સિલવેરડો /સિએરા 1500, 2500, 3500/2017, ટ્રક 
 6. ફોર્ડ, એફ-150, એફ-250, એફ-350, એફ-450, 2017, ટ્રક 
 7. ડોજ રામ 1500, 2500, 3500, 2019, ટ્રક 
 8. હોન્ડા એકોર્ડ, 2018, સેડાન 
 9. ટોયોટા કોરોલા, 2017, સેડાન 
 10.  લેન્ડ રોવર, રેન્જ રોવર, 2016 એસયુવી