ભરતસિંહ સોલંકીની તબિયત નાજૂક, પ્લાઝમા થેરાપીની પણ કોઈ અસર નહીં

July 07, 2020

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયત દિવસે ને દિવસે લથડતી જઈ રહી છે. 22 જૂને ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. પણ આટલાં દિવસો વીત્યા છતાં પણ આજ દિન સુધી તેઓની તબિયતમાં સુધારો થયો નથી. ભરતસિંહની તબિયત નાજૂક રહેતાં તેઓનાં પર પ્લાઝમા થેરાપી પણ કરવામાં આવી હતી. પણ પ્લાઝમા થેરાપીની પણ ભરતસિંહ પણ કોઈ અસર થઈ રહી નથી. તેઓને સતત ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.


ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ નાદુસ્ત થતાં તેઓને તાબડતોડ રીતે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને અસ્થમા, ડાયાબિટીસ અને હાઈપરટેંશન જેવી અનેક બીમારીઓ છે. જેના કારણે કોરોનામાં તેમની તબિયત વધુ બગડતી જઈ રહી છે.


રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગ્રેસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેમને કોરોનાના લક્ષણો હતો. તેવામાં તેઓએ હાજરી આપી હતી. જો કે, તે દરમિયાન જેટલા પણ તેમના કોન્ટેક્ટમાં આવ્યા છે. તે તેમામ લોકોને આઇસોલેશન કરવામાં આવ્યા હતા અને તમામ લોકોના કોરોના રિપોર્ટ ચેક કરવામાં આવ્યો હતો.