ભારતી એરટેલે પરપેચ્યુઅલ બોન્ડ્સથી ₹1,800 કરોડ એકત્ર કર્યા

February 15, 2020

નવી દિલ્હી:ભારતી એરટેલે પરપેચ્યુઅલ બોન્ડ ઇશ્યૂથી વધુ ₹1,800 કરોડ (25કરોડ ડોલર)નું ભંડોળ એકત્ર કર્યું છે. કંપનીને બ્લેકરોક, ગોલ્ડમેન સૅક્સ, વેલ્યૂપાર્ટનર્સ અને UBS સહિતના રોકાણકારો તરફથી 1.5અબજ ડોલરના રોકાણની અરજી મળી હતી. ભારતી એરટેલ સ્ટેચ્યુટરી લેણાં, ફંડ નેટવર્કના વિસ્તરણને પહોંચી વળવા વોર ચેસ્ટ બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતી એરટેલે જાન્યુઆરીમાં 3 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતું. એક બેન્કરે જણાવ્યું હતું કે, "પ્રારંભિક પ્રાઇસ ગાઇડન્સના સ્તરે ઓર્ડર બુક 1.8 અબજ ડોલરની ઇશ્યૂ સાઇઝના સાત ગણાથી વધુ હતી. તીવ્ર સ્પર્ધાને પગલે ભાવ ઘટ્યા પછી ઓર્ડર બુક છ ગણી 1.5અબજ ડોલરના સ્તરે હતી. આ બાબત ભારતીના બોન્ડ્સ માટે

ઘણી સારી માંગ દર્શાવે છે." અન્ય સૂત્રના જણાવ્યા અનુસાર 93 ટકા ફાળવણી નાણા ધરાવતા વાસ્તવિક રોકાણકારોની હતી. જેમાં એશિયાની માંગનો હિસ્સો 84 ટકા તેમજ યુરોપ, અખાતી દેશો, આફ્રિકાનો હિસ્સો 16 ટકા હતો. બોન્ડ ઇશ્યૂના જોઇન્ટ લીડ મેનેજર્સ અને બુકરનર્સની જવાબદારી બાર્કલેઝ બેન્ક, સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ, HSBC, મેરિલ લિંચ (સિંગાપોર) અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે નિભાવી હતી. ભારતીએ આ મુદ્દે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો.