અનામતને પગલે ભીમ આર્મીનું ભારત બંધ, દરભંગામાં ટ્રેન રોકી

February 23, 2020

નવી દિલ્હી : અનામતને પગલે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આજે 23 ફેબ્રુઆરીએ ભારત બંધ જાહેર કર્યુ છે. જેની અસર પણ દેશમાં જોવા મળી રહી છે. ત્યાં પ્રદર્શનકારી CAA, NRC અને NPRને હટાવવા જવાની પણ માગ કરી રહ્યા છે. ચંદ્રશેખર આઝાદના સમર્થનમાં સુપોલમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના સેંકડો કાર્યકર્તા રસ્તા પર ઉતરી ગયા છે.

ભીમ આર્મીએ ભારત બંધના સમર્થનમાં એનએચ-57ને ભીમપુરમાં ટ્રાફિક જામ કરી દીધો છે. ફોરલેન પર ગાડીઓની લાંબી લાઈનો પણ લાગી ગઈ છે. ભીમ આર્મીના સમર્થનમાં બિહારમાં કાર્યકર્તા રસ્તા પર ઉતરી ગયા છે. જન અધિકાર પાર્ટીના કાર્યકર્તાઓએ રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી સૂત્રોચ્ચાર કર્યા. હવે પટના પેસેન્જર ટ્રેનને રોકી લીધી.