સર્જરી બાદ ઘરે આવીને બીગ બીએ શેર કરી તસવીર

March 01, 2021

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને જ્યારે શનિવારે બ્લોગ પર તેની સર્જરી વિશે માહિતી આપી ત્યારે ફેન્સ ચોંકી ગયા હતા. બીગ બી માટે આશિર્વાદની પ્રક્રિયા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે. તેના ચાહકોએ એટલો પ્રેમ અને ચિંતા વ્યક્ત કરી કે આ જોઈને બીગ બી પોતાને રોકી ન શક્યા અને સર્જરી પછી તરત જ તેનું સ્વાસ્થ્ય અપડેટ ફેન્સ વચ્ચે શેર કર્યું હતું.

અમિતાભ બચ્ચને ફરી એકવાર પોતાના બ્લોગ પર એક નાની લાઈન લખીને કહ્યું છે કે તે સુરક્ષિત છે. અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું છે, ‘મારી ચિંતા અને પ્રાર્થના માટે કૃતજ્ઞતા અને પ્રેમ …’. આ એક લાઈન લખવાની સાથે તેણે બ્લોગ પર પણ પોતાની ઘણી તસવીરો શેર કરી છે. અમિતાભ બચ્ચને મોતિયાની સર્જરી કરાવી છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં તેઓ ઘરે જ છે અને સ્વસ્થ છે. દિગ્ગજ અમિતાભ બચ્ચને શનિવારે રાત્રે તેમના બ્લોગ પર સર્જરી વિશે લખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બીગ બીએ શનિવારે રાત્રે 10 વાગીને 16 મિનિટ પર એક પોસ્ટ લખી હતી. તેણે લખ્યું હતું કે કે- મેડિકલ કંડીશન….સર્જરી…વધારે કંઈ નથી લખી શકતો. બીગ બીનું આટલું જ લખવું એ ફેન્સ માટે ખુબ દુખદ સમાચાર હતા. ફેન્સના ધબાકારા વધી ગયા હતા અને આ ખબર ચારેકોર વાયરલ પણ થઈ રહી હતી.