દિલ્હી સરકારનો મોટો નિર્ણય, 31 માર્ચ સુંધી તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે

March 19, 2020

નવી દિલ્હી : કોરોનાનો વધતો ફેલાવો જોતા હવે દિલ્હી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરૂવારે પ્રેસ  કોન્ફરન્સ કરીને જણાવ્યું કે દિલ્હીમાં તમામ રેસ્ટોરન્ટ 31 માર્ચ સુંધી બંધ રહેશે.

તે સાથે જ તેમણે કહ્યું કે આ દરમિયાન બેદરકારી રાખનારા લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આનશે અને તેમની ધરપકડ કરવામાં આવશે, તેની સાથે જ કેજરીવાલે અન્ય ઘોષણાઓ પણ કરી અને લોકોને કોરોના વાયરસ વિરૂધ્ધ સાવચેતી રાખવાની અપિલ કરી.

આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે પહેલા દિલ્હીમાં 50થી વધું લોકોને એક જ જગ્યાએ એકત્રિત થવા પર પ્રતિબંધ હતો, પરંતું હવે જોખમ વધતું જોતા આ સંખ્યાને ઘટાડી દેવામાં આવી છે.

હવે 20થી વધું લોકો એક જ જગ્યા પર એકત્રિત નહીં થઇ શકે, તેમણે સ્પષ્ટ કર્યું કે કોઇ પણ પ્રકારનાં રાજકીય કે ગેર રાજકીય આયોજનો પર પણ આ નિયમ લાગું થશે.

આ પહેલા જ સીએમ એ જણાવ્યું કે વિદેશોથી પરત આવનારા લોકોને ઓળખવા માટે ચિન્હિત કરવામાં આવી રહ્યા છે, અને તેમના હાથ પર સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યું છે, તેમને કેટલાક  દિવસો સુંધી ઘરમાં જ રહેવાનું કહેવામાં આવશે.

તેમણે જણાવ્યું કે કેટલાક કેસમાં જોવા મળી રહ્યું છે કે વિદેશમાંથી આવેલા લોકો પોતાના ઘરમાંથી બહાર આવી રહ્યા છે જે ખતરનાક છે, જો તેવું જોવા મળશે તો સરકાર તેની વિરૂધ્ધ સખત પગલા લેશે અને ધરપકડની સાથે તેની વિરૂધ્ધ કેસ પણ દાખલ કરવામાં આવશે.