સુશાંત કેસને લઈને ઈડીની કાર્યવાહીમાં થયો મોટો ઘટસ્ફોટ, કરોડોના પેમેન્ટ કોકડુ ગુંચવાયું

November 21, 2020

મુંબઈ  : છેલ્લા કેટલાક મહિનાઓથી સુશાંતસિંહ રાજપૂત ) ના મોતને લઈને દેશની ત્રણ મોટી એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ કે પુરાવાઓ મળ્યા નથી. પરંતુ હાલમાં જ એક મહત્વના સમાચામ મળ્યા છે. જેમાં ઈડીની તપાસમાં મહત્વના ખુલાસાઓ થયા છે. સુશાંત સિંહ રાજપૂત  કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ   ની તપાસ ફરી એકવાર ઝડપી બની છે. આ કેસમાં સુશાંતને કરાયેલી કરોડો રૂપિયાની ચુકવણી અંગે ઇડી )ને પૂરાવાઓ મળ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર સુશાંતને તેની એક ફિલ્મ માટે શંકાસ્પદ ચુકવણી કરવામાં આવી હતી. આ રકમ 17 કરોડ કહેવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું છે કે આ ચુકવણી અંગે તપાસ ચાલી રહી છે. 17 કરોડની આ ચુકવણી સુશાંતની ફિલ્મ ‘રાબતા’  માટે 2017 માં કરવામાં આવી હતી. ઇડી(ED)એ આ ગયા મહિને ફિલ્મના નિર્માતા દિનેશ વિજને પૂછપરછ કરી છે. દિનેશને કેટલાક પેમેન્ટ દસ્તાવેજો સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, તે હંગેરીમાં શૂટ થયેલ ફિલ્મના વિદેશી શૂટિંગ બજેટની વિગતો રજૂ કરી શક્યો ન હતો.

વિદેશી શૂટિંગ માટે, ફિલ્મ નિર્માતાઓને ચુકવણી તરીકે થોડી રકમ ચૂકવવામાં આવે છે અને તે સંબંધિત દેશમાં શૂટિંગ માટે ખર્ચવામાં આવેલા કુલ બજેટના 20 ટકા જેટલું હોઈ શકે છે. આને વિદેશી ચુકવણી પરિકલ્સ કહેવામાં આવે છે. એજન્સીને શંકા છે કે નિર્માતાઓ વિદેશી સરકારો, ખાસ કરીને યુરોપિયન સરકારે વધારે ખર્ચની વિગતો દર્શાવે છે જેથી મહત્તમ ચુકવણીનો લાભ મળી શકે અને પૈસાનો ઉપયોગ ફિલ્મના પ્રતિનિધિઓ દ્વારા ચુકવણી માટે થઈ શકે. એજન્સીને શંકા છે કે આ નાણાં સંબંધિત દેશની હવાલા ચેનલો દ્વારા ભારત મોકલવામાં આવે છે.

14 ઓક્ટોબરે બોલીવુડ નિર્માતાઓ દ્વારા કરવામાં આવેલા પૈસાના આ વ્યવહાર વિશે એક ખાનગી ચેનલને સૌ પ્રથમ જાણ કરવામાં આવી હતી. દિનેશ વિજાન કાગળો રજૂ કરી ન શક્યા બાદ તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં ઇડીને નિર્માતાના મકાનમાંથી બજેટ સંબંધિત કાગળો મળ્યા હતા જે તેમણે બુડાપેસ્ટમાં અધિકારીઓને સુપરત કર્યા હતા. પેપર્સ અનુસાર, ફિલ્મનું બજેટ 50 કરોડ હતું, જેમાંથી 17 કરોડ સુશાંતને આપવામાં આવ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે સુશાંતના મૃત્યુ બાદ તેના પિતાએ રિયા ચક્રવર્તી પર સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા ગુમ કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપને આધારે ઇડીએ પૈસાની લેતીદેતી અંગે ફરી તપાસ શરૂ કરી છે. સુશાંત અને રિયા 2016 માં એક બીજાને ઓળખતા નહોતા. બંને 2018 માં રિલેશનશિપમાં આવ્યા હતા. હવે નિર્માતા દિનેશ વિજાન 17 કરોડની ચૂકવણી ગુમ થવાને લઈને પ્રશ્નોના વર્તુળમાં છે. દિનેશ સુશાંતની ચુકવણી અંગે એજન્સીના પ્રશ્નોના જવાબ આપી શક્યો ન હતો. સુત્રોના જણાવ્યા અનુસાર દિનેશ અત્યારે દુબઇમાં છે. જ્યારે એજન્સીએ તેમને સમન્સ મોકલ્યું ત્યારે તેણે COVID-19 હોવાનું જણાવ્યું હતું અને તેનું તબીબી પ્રમાણપત્ર બતાવ્યું હતું.

દિનેશ વિજાન સિવાય ઇડીએ તાજેતરમાં સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી અને સુશાંતના ખાતાને સંભાળી રહેલા ઉદયસિંહ ગૌરીની પૂછપરછ કરી હતી. હાલમાં ઇડીની તપાસમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડરિંગ અંગેના પુરાવા મળ્યા નથી.