સુશાંત કેસમાં બિહાર પોલીસને મળ્યા મહત્વના પુરાવા રિયા ચક્રવર્તી સામે લુકઆઉટ નોટિસ સંભવ

August 01, 2020

દિલ્હી ઃ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને વધારે ચિંતાના વાદળો ઘેરાતા નજરે પડી રહ્યા છે. મળતી માહિતી મુજબ બિહાર પોલીસ આ મામલામાં રિયાની વિરૂદ્ધ લુકાઉટ નોટિસ જાહેર કરવાનું વિચારી રહી છે. બિહાર પોલીસે રિયા ચક્રવર્તી વિરૂદ્ધ કેટલાક મોટા પુરાવાઓ હાથ લાગ્યા છે. જેના પગલે તેની પુછપરછ કરવી જરૂરી છે. હવે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસનો રિયા ચક્રવર્તીની સાથે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. ફોન પર પણ રિયા સાથે કોઈ કોન્ટેક્ટ નથી થઈ રહ્યો. પોલીસનું માનવા મુજબ રીયા હવે ગાયબ થઈ ગઈ છે.


છેલ્લા કેટલાક દિવસથી બિહાર પોલીસે સુશાંત મામલામાં ઝડપથી કાર્યવાહી કરતી દેખાઈ રહી છે. કેટલાક લોકોના નિવેદન લઈને કેસને સાચી દિશામાં આગળ વધારવા અને તપાસની જડ સુધી પહોંડવા માટે મહેનત કરી રહી છે. જણાવી દઈએ કે મંગળવારે સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી વિરૂદ્ધ FRI દાખલ કરી હતી. રિયા પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તે સુશાંતને માનસિક રીતે હેરાન કરી રહી હતી. તેના પર સુશાંતને પરિવારથી દૂર રાખવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રિયા સુશાંતને બ્લેકમેઈલ કરતી હોવાની વાત પણ સામે આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ કરતા હવે રિયાની વિરૂદ્ધ બિહાર પોલીસના હાથે કેટલાક પુરાવા આવ્યા છે.