બ્રિટનની 8 દિવસીય યાત્રા પર રવાના થયા બાઇડેન, G-7 સંમેલનમાં થશે સામેલ

June 09, 2021

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (US President Joe Biden) પદ ગ્રહણ કર્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર બુધવારે બ્રિટન રવાના થયા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન તણાવપૂર્ણ રહેલા ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધોના પુનનિર્માણ અને રશિયાની સાથે સંબંધોને ફરીથી બનાવવા માટે આ યાત્રાને આઠ દિવસીય મિશન પણ કહેવામાં આવી રહ્યું છે. આ યાત્રા બાઇડેન માટે એક રાજકીય પરીક્ષા પણ હશે કે તે કઈ રીતે પોતાના મુખ્ય સહયોગીઓની સાથે સંબંધોને સુધારે છે જે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપાર શુલ્ક અને આંતરરાષ્ટ્રીય સંધીઓ પરત લેવાથી બગડી ગયા હતા. 
જિનેવામાં 16 જૂને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે બાઇડેનનું શિખર સંમેલન આ યાત્રાની આધારશિલા છે. આ તક છે જ્યારે અમેરિકા રશિયાની સામે પોતાના મુદ્દાને સીધા રાખશે. પછી તે રશિયાથી થનાર રૈંસમવેયર એટેક હોય તે યૂક્રેન વિરુદ્ધ માસ્કોની આક્રમકતા. 
યાત્રા દરમિયાન બાઈડેન સૌથી પહેલા કાર્નિવાલના સેન્ટ ઇવેસ ગામમાં રોકાશે, જ્યાં તેઓ જી-7 સંમેલનમાં ભાગ લેશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સંમેનલમાં કોરોના વેક્સિન, વ્યાપાર, જળવાયુ અને વિકાસશીલ દેશોમાં આંતરમાળખાના પુનનિર્માણ મુખ્ય મુદ્દા હશે. 
શિખર સંમેનલમાં બાઇડેન પર અમેરિકી વેક્સિનની મોટી માત્રામાં સપ્લાય માટે દબાવનો સામનો કરવો પડી શકે છે. અમેરિકાએ પાછલા સપ્તાહની શરૂઆત તરીકે 20 મિલિયન વેક્સિન સપ્લાય કરવાની જાહેરાત કરી હતી. 
બહુરાષ્ટ્રીય કંપનીઓ પર ગ્લોબલ મિનિમમ ટેક્સ માટે બાઇડેનના ભારને અમેરિકામાં જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જી-7 નાણામંત્રીઓએ શિખર સંમેલન પહેલા ઓછામાં ઓછા 15 ટકાના વૈશ્વિક ન્યૂનતમ કરના દરને નક્કી કરી દેવામાં આવ્યો હતો. 
ગુરૂવારે બાઇડેન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે કાર્નિવાલમાં મુલાકાત કરશે. આ બેઠક અમેરિકાના બ્રિટન સાથે ખાસ સંબંધોને ફરીથી સુધારવાની તક હશે. 
જી-7 શિખર સંમેલનના ત્રણ દિવસ બાદ બાઇડેન અને તેની પત્ની જિલ, વિન્ડસર કેસલમાં મહારાણી એલિઝાબેથને મળવા જશે. 78 વર્ષીય બાઇડેન 1982માં રાણીને મળ્યા હતા, જ્યારે તેઓ ડેલાવેયરથી અમેરિકી સીનેટર હતા. 
બાઇડેન બ્રુસેલ્સની યાત્રા દરમિયાન નાટો અને યૂરોપીય સંઘના નેતાઓ સાથે મુલાકાત કરશે. બાઇડેન પોતાની 8 દિવસીય યાત્રા જિનેવામાં સમાપ્ત કરશે. ત્યાં તે પુતિન સાથે મુલાકાત કરશે. આ સપ્તાહની સૌથી મુશ્કેલ બેઠક હોઈ શકે છે કારણ કે પુતિનના ટ્રમ્પની સાથે મિત્રતાપૂર્ણ સંબંધ હતા.