બિહારમાં તૂટી શકે છે BJP-JDU ગઠબંધન:JDU-RJD 11 ઓગસ્ટ સુધી સરકાર બનાવી શકે છે, નીતીશ-સોનિયાની વાતચીત શરૂ

August 08, 2022

દિલ્હી : બિહારમાં ફરી એક વખત JDU-BJP ગઠબંધન તૂટી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 11 ઓગસ્ટ સુધી બંને અલગ થઈ શકે છે અને રાજ્યમાં ફરી JDU અને RJDની સરકાર બની શકે છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમના દરેક સાંસદ અને ધારાસભ્યને બે દિવસમાં પટના પહોંચી શકે છે.

બીજી બાજુ RJD પણ તેના પગલે ચાલે તેવી શક્યતા છે. તેમણે દરેક ધારાસભ્યોને પટનામાં રહેવા માટે કહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતીશે સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી છે. 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં નવી સરકાર બની શકે છે. સૂત્રોનું કહેવું છે કે, મંગળવારે જ તેજસ્વી યાદવે તેમના દરેક ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જોકે સરકારના ભવિષ્ય વિશે JDU નેતાઓએ કોઈ ઓફિશિયલ વાત નથી કરી.

દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીતમાં ઝંઝારપુરના JDU સાંસદ રામપ્રીત મંડલે કહ્યું છે કે, બિહારના રાજકારણમાં કઈ પણ શક્ય છે. આ ટર્નિંગ પોઈન્ટ છે. અમે લોકો ત્યાં પહોંચીએ તે પહેલાં પણ કઈ પણ થવું શક્ય છે. અમારા નેતા નીતીશ કુમાર છે, તેઓ જે નિર્ણય લેશે તે અમને માન્ય છે. આ નિવેદન વિશે માનવામાં આવે છે કે NDA સરકાર વિશે નીલીશ કુમાર આજે જ કોઈ નિર્ણય લઈ શકે છે.

2020માં નીતીશની પાર્ટી JDUને 28 સીટો ઘટીને 43 સીટ જ મળી હતી. જ્યારે બીજેપીને 21 સીટો વધીને 74 સીટો મળી હતી. તેમ છતાં BJPએ નીતીશને મુખ્યમંત્રી બનાવ્યા હતા. NDAને 125 સીટો અને મહાગઠબંધનને 110 સીટો મળી હતી.