નારણ રાઠવાને કેસરિયો પહેરાવી ભાજપે મોટો ખેલ પાડ્યો

February 27, 2024

વડોદરાઃ લોકસભા ચૂંટણી પહેલા એવા એવા સમાચાર સામે આવી રહ્યા છે જે ક્યારેય માની શક્યા તેવા નથી. એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી અને હાલ રાજ્યસભાના ચાલુ સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું. મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ માટે આ સૌથી મોટો ફટકો છે. કારણ કે મધ્ય ગુજરાતમાં સૌથી વધારે આદિવાસ સમાજની વસતી છે. 
આ જ વિસ્તારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પસાર થવાની છે. રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી થાય તે પહેલા જ મધ્ય ગુજરાતના મોટા કોંગ્રેસી નેતાએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ રાઠવા સાથે કેસરી રંગમાં રંગાઈ ગયા...સાથે જ પોતાના હજારા કાર્યકરોને પણ ભાજપમાં સામેલ કરાવ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તમામ કોંગ્રેસી નેતાઓને ભાજપમાં આવકાર્યા હતા.