ભાજપના રાષ્ટ્રપતિ ઉમેદવાર આદિવાસી મહિલા દ્રૌપદી મૂર્મુ

June 21, 2022

દિલ્હી : દેશમાં રાષ્ટ્રપતિની ચુંટણી જુલાઈ મહિનામાં યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને તેના સાથીદળોએ પૂર્વ ભારતના આદિવાસી નેતા શ્રીમતી દ્રૌપદી મૂર્મુને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. લોકસભા અને રાજ્યસભાની પક્ષવાર જે સ્થિતિ છે એ અનુસાર દેશને સૌ પ્રથમ વખત આદિવાસી નેતા રાષ્ટ્રપતિ તરીકે મળે એવી શક્યતા છે. મૂર્મુએ જારખંડ રાજ્યના રાજયપાલ તરીકે 2015 થી 2021 તરીકે કાર્યભાર સંભાળયો હતો.
આજે સવારે વિપક્ષોએ પોતાના ઉમેદવાર તરીકે પુર્વ નાણામંત્રી અને વરીષ્ઠ નેતા યશવતસિંહાના નામની જાહેરાત કરી હતી.