BJPએ વિદ્રોહી ધારસભ્ય કેતન ઈનામદાર સામે નમતુ જોખ્યું

January 23, 2020

વડોદરા : ગુજરાતમાં આજે વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. ત્યારબાદ ગુરુવારે મોડી સાંજે વડોદરા સર્કિટ હાઉસમાં ધારાસભ્ય કેતન ઇનામદારને મળવા માટે જીતુ વાઘાણી પહોંચ્યા હતા. હાલ મળતી માહિતી પ્રમાણે, બન્ને નેતાઓ વચ્ચેની બેઠક પૂર્ણ થઇ છે. ત્યારે હવે કેતન ઇનામદાર રાજીનામું પરત ખેંચશે તેવી માહિતી મળી રહી છે. હાલ હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત આવતો જણાઇ રહ્યો છે.

 

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની નારાજગીનો અંત આવી ગયો હોય તેમ રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રો જણાવી રહ્યા છે. જીતુ વાઘાણી સાથે બેઠક બાદ કેતન ઈનામદાર માની ગયા છે. પડતર પ્રશ્નોના નિરાકરણની જીતુ વાઘાણીએ બાંહેધરી આપી છે.

વડોદરા સર્કિટ હાઉસમાં ધારાસભ્ય કેતન ઇનામદાર અને જીતુ વાઘાણી વચ્ચે મીટિંગ પુરી થયા બાદ કેતન ઈમાનદારે જણાવ્યું હતું કે, મેં લાગણી દુભાતી હોવાથી રાજીનામું આપ્યું હતું. કેતન ઈનામદારે જણાવ્યું કે, મારે જીતુભાઈ સાથે વાતચીત થઈ છે. તેઓ મારા 4 ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. મારી CM અને DyCM સાથે પણ પ્રશ્નો અંગે વાત થઈ છે. મારી લાગણી અને માગણી ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપ એક્શનમાં આવી હતી. ગઇકાલથી જ કેતન ઇનામદારને મનાવવાના ભાજપે પ્રયાસો હાથ ધર્યા હતા. આજે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઇનામદારને મળવા વડોદરા પહોંચ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે બેઠક બાદ નિર્ણય લીધો છે. કેતન ઇનામદાર રાજીનામુ પાછુ ખેંચશે. તમામ માંગો પૂરું કરવાનું નક્કર આશ્વાશન મળતા રાજીનામું પાછું ખેંચશે. આમ ભાજપે પોતાના વિદ્રોહી ધારસભ્ય સામે નમતુ જોખ્યું છે.